ડીસાના વેપારીના બ્રાન્ડેડ ઘીનું ડુપ્લીકેટીંગ કરતાં સુરતના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

સુરતના ૩ શખ્સોએ લોગો અને ટ્રેડમાર્ક કોપી કરી સસ્તા ભાવે વેચાણે મૂક્યું : ડીસાના વેપારીને જાણ થતાં ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ડીસાના વેપારીના બ્રાન્ડેડ ઘી, પ્રોડક્ટના લોગો, સ્ટીકર અને લેબલની કોપી કરી તેના જેવું ડુપ્લીકેટ ઘી ઓનલાઇન વેચાણ કરતાં સુરતના 3 શખ્સો સામે ડીસાના વેપારીએ કોપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક એક્ટ
હેઠળ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ડીસાના વેપારીની પ્રોડક્ટ કરતાં ઓછી કિંમતે માલ વેચતાં હોવાનો પણ ફરિયાદી આક્ષેપ કર્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા હાઇવે પર આવેલ ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતાં અપૂર્વ શંકરભાઇ કતીરા ડીસામાં ‘દિવ્ય કામધેનુ એ૨ દેશી ગીર કાઉ ઘી’ ના લેબલ હેઠળ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાવી દૂધ અને ઘીની પ્રોડક્ટનું વેચાણ કરે છે.

 

તેઓ દિવ્ય કામધેનુના માલિક અને લોગોના ટ્રેડમાર્ક કોપીરાઇટના માલિક છે. તેઓએ વર્ષ-2017 થી રજીસ્ટ્રેશન કરાવેલું છે અને તેઓ પોતાની પ્રોડક્ટનું એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગ એજન્સીઓ મારફતે પણ વેચાણ કરે છે. જેઓએ એક લીટર ઘીની બોટલની કિંમત રૂ. 1,989 ની રાખેલી છે.

 

આ દરમિયાન તેઓના ધ્યાને આવ્યું હતું કે, તેમની કંપનીના લોગો અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી અન્ય શખ્સો તેઓના જેવી ડુપ્લીકેટ પ્રોડક્ટ ઓનલાઇન વેચી રહ્યા છે. જેના કારણે તેમનું વેચાણ ઘટી ગયું છે.

 

આથી તેઓએ આ બાબતની તપાસ કરવા એમેઝોન પરથી તેમની જ કંપનીની ‘દિવ્ય કામધેનુ એ૨ દેશી ગીર કાઉ ઘી’ ની એક બોટલ મંગાવી હતી.

 

જે બોટલ તેઓને મળતાં તેના પર સુરતના શખ્સોએ તેમની જ કંપનીનો લોગો, લેબલ અને ટ્રેડમાર્કની સેમ કોપી કરી તેમના સ્ટીકરનો ઉપયોગ કરી ઓછી કિંમતે ઓનલાઇન ઘી વેચાણ માટે મૂકવામાં આવી હોવાનું જાણ થઇ હતી.

 

આથી તેમણે તપાસ કરતાં તે ઘીની બોટલ પર મમતા ડેરી ફાર્મ એન્ડ મેન્યુફેક્ચર, પ્રોડક્ટ બાય કામધેનુ ડેરી ફાર્મ, વિલેજ કુડાસણ, તા. ઓલપાડ ,જી. સુરતનું એડ્રેસ ઉપર છપાયેલું હતું.

 

જ્યારે તેઓ આ બાબતે વધુ તપાસ કરી પ્રોપરાઇટરની માહિતી મેળવતા તેમાં ડી એન્ડ ડી ટ્રેડલિંકના નામથી જતીનભાઇ બાબુભાઇ દેસાઇ (રહે. એક-503, મિલાનિયો રેસીડેન્સી, યોગીચોક, પુણા ગામ, સુરત), હાર્દિક હરજીભાઇ ધડુક (રહે. ગ્રીન સીટી પાર્ક, ભાથા ગામ, સુરત ) અને પ્રવિણભાઇ હરિભાઇ સવાણી (રહે.

 

દુકાન નં. 1, બિલ્ડીંગ સી-1 ,પંચતત્વ રેસીડેન્સી, રીવરવ્યુ હાઇટ્‌સ પાસે, મોટા વરાછા, સુરત ) આ 3 શખ્સો તેમનો લોગો, લેબલ અને ટ્રેડમાર્કનું યુઝ કરી ‘દિવ્ય કામધેનુને એ૨ દેશી ગીર કાઉ ઘી’ ના નામથી રૂ. 1,790 ના ભાવથી ઓનલાઇન વેચાણ કરતા હતા.
જેથી ડીસાના વેપારી અપૂર્વ શંકરભાઇ કતીરાએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ તરફથી વેપારી આઇડી તેઓને ફાળવવામાં આવ્યું છે અને તે પ્રમાણે તેઓને માલનો ઓર્ડર મળતાં તેઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હતા.
જો કે, સુરતના આ ત્રણેય શખ્સોએ તેમનો લોગો, લેબલ અને ટ્રેડમાર્ક ગેરકાયદેસર રીતે વાપરી તેમના જેવી જ પ્રોડક્ટ બનાવી ઓછી કિંમતે વેચાણે મૂકી તેમના ધંધાને મોટું નુકશાન પહોંચાડયું છે.
જેથી ત્રણેય શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!