ધાનેરાની સેવાભાવી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 3,500 જેટલાં વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરાયું

- Advertisement -
Share

ગ્લોબલ વોર્મિંગ અને ઋતુ ચક્રમાં ફેરફારનું મુખ્ય કારણ છે. ઘટતા જતાં વૃક્ષો અને આવી સ્થિતિમાં ધાનેરાના હરિયાળુ બનાવવા મિશન ગ્રીન ધાનેરાના પ્રકલ્પની શરૂઆત નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી ગોવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધાનેરાની સેવાભાવી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 3,500 જેટલાં અને 33 પ્રકારના ફળાઉ, ઔષધીય અને દેશી વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. સાથે સાથે જરૂરી જંતુનાશક દવા, ખાતર અને ટ્રી ગાર્ડનું પણ વિતરણ કરાયું હતું. આ વૃક્ષોના વિતરણમાં પ્રકૃતિ પ્રેમી લોકો, બાળકો જોડાયા અને વૃક્ષોનો ઉછેર ખૂબ જ અગત્યનો છે એનો સંદેશ આપ્યો હતો.

[google_ad]

આ વૃક્ષ પરબમાં પોતાના મનગમતા વૃક્ષોના રોપા લેવા ધાનેરા નગર તેમજ દૂરના ગામડાના લોકો ઉત્સાહસભેર આવ્યા હતા અને આ પ્રકૃતિ પ્રેમી લોકો અને એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળીને ધાનેરાને હરિયાળુ બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પારસભાઇ સોની, ગોવિંદભાઇ પટેલ (વનવિભાગ), ત્રંબક શાસ્ત્રીજી મહારાજ, નગરપાલિકાના સભ્યો, સામાજીક આગેવાન સંજયભાઇ સોની, રાજકીય અગ્રણી આશાબેન પટેલ, બળવંતભાઇ રાવ, મહેશભાઇ ત્રિવેદી, જોરાભાઇ પાટીદાર (રિટાયડ એરફોર્સ) અને ડો.શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

 

 

 

વૃક્ષો પ્રત્યે લોકોની લાગણી બંધાય એ માટે એક વર્ષ બાદ સફળ ઉછેર કરનાર 10 વૃક્ષ પ્રેમી પરિવારને લકી ડ્રો દ્વારા વૃક્ષ મિત્ર એવોર્ડ અને પ્રોત્સાહક ઇનામ જાહેર કાર્યક્રમમાં આપવામાં આવશે તેવી જાહેરાત સંસ્થાના કાર્યકર્તા ચંપકલાલ જાની દ્વારા કરાઇ હતી.

[google_ad]

 

આ અંગે સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના કલેક્ટર, ફોરેસ્ટ વિભાગ અને DRDA તેમજ ગામ લોકોના સાથ સહકારથી આવનારા સમયમાં ધાનેરા તાલુકાના ગામડામાં સઘન વનીકરણ થાય એ માટે પીપળ વન, મિયાવકી ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે અને ગામને હરિયાળુ બનાવવામાં આવશે.

[google_ad]

 

From – Banskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!