વાવના કોરેટીમાં તળાવનો કલર બદલાઇ જતાં લોકોમાં કુતૂહલ સર્જાયું : મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઇ

- Advertisement -
Share

7 દિવસ પહેલાં પાણીનો કલર બદલાતાં ગામના લોકોમાં ભારે કુતૂહલ : તળાવના પાણીનો રંગ ગુલાબી કઇ રીતે થયો તે અંગે રહસ્ય સર્જાયું : તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની આસ્થા જોડાઇ

 

વાવના કોરેટી ગામના તળાવમાં 7 દિવસ પહેલાં અચાનક તળાવમાંના પાણીનો કલર બદલાતાં કુતૂહલ સર્જાયું હતું. જેમાં તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.
જો કે, તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થાઓ પણ સામે આવી રહી છે. જ્યારે કેટલાંક બુદ્ધીજીવી વર્ગનું આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું માનવું છે.

બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકના વાવના કોરેટી ગામના તળાવનો પાણીનો કલર બદલાયો છે. જેને લઇને વિસ્તારના અને આજુબાજુના લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
કોરેટી ગામના તળાવમાંના પાણીનો રંગ 7 દિવસ અગાઉ અચાનક જ બદલાઇ જતાં આજુબાજુના લોકો જોવા માટે ઉમટ્યા છે. સતત 7 દિવસથી આ તળાવના પાણીનો રંગ ગુલાબી થઇ ગયો છે. જો કે, આ એક વૈજ્ઞાનિક ઘટના હોવાનું પણ કેટલાંક બુદ્ધીજીવી વર્ગનું માનવું છે.

 

જો કે, તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જૂનું મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા પણ સામે આવી રહી છે. પરંતુ સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવાના અજીબો ગરીબ કિસ્સાએ લોકોને હાલમાં ભારે અચરજ પમાડયું છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!