પાલનપુરમાં બીજા દિવસે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા એક્શન મોડમાં : રૂ. 22,300 દંડ ફટકાર્યો

Share

પાલનપુર શહેરમાં ડેન્ગ્યુ સહીત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે જીલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સંયુકત કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઇકાલે પાલનપુર શહેરના 10 પૈકી ચાર સ્થળોએ મચ્છરના પોરા મળી આવતાં રૂ. 18,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મંગળવારે બીજા દિવસે પણ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો દ્વારા એક્શન મોડમાં કામગીરી વધુ રૂ. 22,300 નો દંડ ફટકાર્યો છે.

[google_ad]

પાલનપુરમાં ડેન્ગ્યુ સહીત મચ્છરજન્ય રોગચાળો ન પ્રસરે તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઇ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.

[google_ad]

આ અંગે જીલ્લા એપેડેમિક ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું હતુ કે, ગઇકાલની પોરાનાશક કામગીરી દરમિયાન જે વિસ્તારમાં પોરા જણાઇ આવ્યા હતા તેમને કુલ રૂ. 18,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મંગળવારે પારપડા રોડ પર આવેલ અમૃતમ હોસ્પિટલને-5,000 ભૂમિ દર્શન-6100, રાધે રેસીડેન્સી-1000, આશીર્વાદ રેસીડેન્સીને રૂ. 5,100 અને આબુરોડ પર આવેલ અક્ષર વાટીકા 5,100 મળી કુલ રૂ. 22,300 દંડ ફટકારવામાં આવ્યો છે.

From –Banaskantha Update


Share