ડીસામાં મૂકબધિર વિદ્યાર્થીઓ અને પરિવારે બાળકીને ન્યાય માટે કોર્ટમાં માંગ કરાઇ

- Advertisement -
Share

 

ડીસામાં એક બોલી કે સાંભળી ન શકનારી સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળુ કાપીને નિર્મમ હત્યા કરાઇ હતી.

 

 

આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને તેને ન્યાય અપાવવા માટે ચારેકોરથી માંગ ઉઠી રહી છે. ત્યારે શુક્રવારે આ માસૂમ સગીરા દુષ્કર્મ અને હત્યાનો ચૂકાદો હોવાથી મૂકબધિર વિદ્યાર્થીઓએ અને તેનો

 

 

પરિવાર સાથે ડીસા કોર્ટ પહોંચી આ દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તેવા બેનરો સાથે 12 વર્ષિય સગીરા ન્યાયની માંગ કરી હતી.

 

 

ડીસાની દીકરી કે જે બોલી કે સાંભળી શક્તી ન હતી અને તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. જેનું આજથી એક વર્ષ પહેલાં જ નીતિન માળી નામના એક નરાધમે અપહરણ કર્યું હતું.

 

 

સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ગળુ કાપીને તેની ર્નિદયતાપૂર્વક હત્યા કરી હતી.

 

 

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરાઇ હતી.

 

 

જયારે શુક્રવારે 12 વર્ષિય સગીરાના ડીસા કોર્ટમાં ચૂકાદો હોવાથી પાલનપુરથી તેના મૂકબધિર મિત્રો સાથે તેના ટ્રેનર સહીત તેમના પરિવાર ડીસા કોર્ટ આગળ હાથમાં બેનર લઇ 12 વર્ષિય સગીરાને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ડીસા કોર્ટમાં પહોંચ્યા હતા.

 

પરંતુ શુક્રવારે ડીસા નામદાર ટ્રાયલ કોર્ટ રેપ વિથ મર્ડર પરનો ચૂકાદો મુલત્વી રાખ્યો હતો અને સમભાવ છે કે, આ મામલે નામદાર કોર્ટ આગામી તા. 22 એપ્રિલના રોજ આરોપીને સજા સંભળાવી શકે છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!