ડીસાના રામસણમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ

- Advertisement -
Share

દેશની પ્રજાને મોંઘવારીનો માર ખાઇ રહી છે અને સરકાર ઉજવણી કરે છે : ગોવાભાઇ રબારી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કામે લાગી જવા કોંગ્રેસ કાર્યકરોને હાકલ

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે. ત્યારે કોંગ્રેસ કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા માટે મંગળવારે ડીસાના રામસણમાં યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં આગેવાનોએ જણાવ્યું હતું.

ડીસા વિધાનસભા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, ઉત્તર ઝોન પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ

પ્રભારી ભચાભાઇ આહીર, ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશસિંહ વાઘેલા, નરસિંહભાઇ દેસાઇ સહીત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

 

આ અંગે કોંગ્રેસના નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ‘દેશભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે.

 

મધ્યમ અને જરૂરીયાત મંદ પરિવારના ઘરોનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બન્યો છે. ત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર વિકાસના બણગાઓ ફૂકીને ઉજવણીઓ કરવામાં આવી રહી છે.
મંગળવારે રામસણમાં ડીસા વિધાનસભા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઇ હતી.’ જેમાં પાંચાભાઇ હરિભાઇ લોઢા (વડાવલ) ની માલધારી જીલ્લા પ્રમુખ અને પરબતભાઇ સેંધાભાઇ મકવાણા (ઓઢવા) ની માલધારી સેલ ડીસા તાલુકાના પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!