પાલનપુરમાં વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્યે ઉમેદવારી ફોર્મ ભર્યું

- Advertisement -
Share

ગત ચૂંટણીમાં 92,000 મતદારોએ મારા પર વિશ્વાસ કર્યોં હતો આવનારા સમયમાં એનાથી વિશેષ વિશ્વાસ મૂકશે

 

પાલનપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય મહેશભાઇ પટેલે પાલનપુર પ્રાંત કચેરી પહોંચી કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

જેમાં પાલનપુર નવા બસ્પોટથી લઇ પ્રાંત કચેરી સુધી ડી.જે.ના તાલે મહારેલી યોજાઇ હતી. કોંગ્રેસના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં પાલનપુર વિધાનસભાના મતદારો જોડાયા હતા.

મહેશભાઇ પટેલે પ્રાંત કચેરીમાં સરકારી ગોગા મહારાજના સાનિધ્યમાં પહોંચી ગોગા મહારાજના દર્શન કરી પ્રાંત કચેરીમાં પોતાનું ફોર્મ શુભ મુહૂર્ત જોઇ ભર્યું હતું.

2017 ની ચૂંટણીની અંદર મારા મતદારોને હું પ્રમુખ માનું છું અને મારામાં વિશ્વાસ મૂકે એ વિશ્વાસ મેં હંમેશા ટકાવી રાખવાનું કામ કર્યું છે.

 

જે મને ગત ચૂંટણીમાં 92,000 મતદારોએ મારા પર વિશ્વાસ કર્યોં હતો આવનારા સમયમાં એનાથી વિશેષ વિશ્વાસ મૂકશે.

 

આ અંગે પાલનપુર કોંગ્રેસના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘પાલનપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ કોંગ્રેસે ફરી ત્રીજીવાર કરી છે એનું કારણે એ છે પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યું છે.

 

અત્યારે પણ સમય પરમણીક માણસો ઓછા છે આપણે જોતાં હોઇએ છે દરેક વિભાગની અંદર ઘણા બધા કર્મચારી મેં પણ જોયા છે.

 

પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કરતાં હોય છે પણ અમુક અધિકારીઓ જે ભષ્ટ અધિકારીઓ હોય છે એના કારણે તમામને મુશ્કેલી પડતી હોય છે.
ખાસ કરીને નવા કર્મચારીઓ આવ્યા છે એમને વિનંતી છે આ દેશની પ્રગતિ ઇચ્છતા હોઇએ એવા દૂસન્સની અંદર ન પડતાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોનું કામ થાય એમાં રસ રાખશો તો મને આનંદ થશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!