અઢી વર્ષના બાળકને આર્મી જવાનોએ મધરાતે માત્ર 40 મિનીટમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બોરવેલમાંથી બચાવી લીધો

- Advertisement -
Share

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.
ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું. ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ આ માસૂમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યું હતું. જ્યાં ઓક્સિજન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબીયત સ્થિર હોવાનું હોસ્પિટલન‍ા ડોક્ટરોએ જણાવ્યું છે.
ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ જેની ઉંમર અંદાજીત બે વર્ષ જેટલી છે. જે રમતા રમતા બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતા ત્યાં મજૂરી કામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવીત કાઢવામાં સફળતા મળી હતી.
બાળક શિવમના પિતા મુન્નાભાઇએ જણાવ્યું હતું કે, અમે અહી 20 દિવસ પહેલા વાડીએ કામ કરવા આવ્યા હતા. હું વાડીમાં મજૂરી કામ કરી રહ્યો હતો. મારી પત્નિ રસોઇ બનાવી રહી હતી અને મારો દિકરો શિવમ બહાર રમી રહ્યો હતો. રમતા રમતા એ ઊંડા બોરવેલમાં પડી જતાં એનો રડવાનો અવાજ સાંભળીને ભાગીને જોયું તો બોરવેલમાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો. આથી હાંફળી-ફાંફળી બનેલી મારી પત્નીએ શેઠને વાત કરતા બાદમાં આર્મી સહિતના લોકો આવી જતા મારા બાળકને નવુ જીવન મળ્યું હતુ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!