પાંથાવાડા પોલીસે અમદાવાદ CIDના DYSPની ગાડીમાંથી વિદેશી દારુ ઝડપી પાડ્યો, પોલીસકર્મી સહીત 2ની અટકાયત

- Advertisement -
Share

અમદાવાદ સીઆઈડી ક્રાઈમના ઇન્ચાર્જ ડીવાયએસપી શેખની ગાડીમાંથી વિદેશી દારૂ ભરેલી પાંથાવાડા પોલીસે ઝડપી પાડી ગાડીનો ડ્રાઈવર અને તેનો ભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે પોલીસ દ્વારા પણ ગુજરાતમાં શાળામાં આવતા દારૂને અટકાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવે છે.
પરંતુ પોલીસની જ ગાડીમાં દારૂ ભરી રાજસ્થાનમાંથી ગુજરાતમાં લવાયો હોવાની ઘટના સામે આવી છે અમદાવાદ સીઆઇડી ક્રાઇમના ઇન્ચાર્જ ડીવાયએસપી શેખની ગાડીમાંથી આજે પાંથાવાડા પોલીસે 17 પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદ CID ક્રાઈમના ઇન્ચાર્જ ડીવાયએસપી શેખ રજા ઉપર હતા ત્યારે એમની સરકારી ગાડી લઈને તેમનો ડ્રાઇવર વિષ્ણુ ચૌધરી તેનો ભાઈ જયેશ ચૌધરી સાથે રાજસ્થાન આવ્યા હતા દારૂ ભરી પરત આવી રહ્યા હતા તે દરમિયાન પાંથાવાડા પોલીસે અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી શેખની ગાડીમાંથી 17 પેટી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેઓના નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોય તે દરમ્યાન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની નજર ચુકવી સરકારી બોલેરો ગાડી નં GJ-18-G-5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી ભારતીય બનાવટના વિદેશી દારુની કૂલ બોટલ નંગ 294 કિ.રૂ.1,21,140/- લઇ આવતા તેઓ બન્નેને પાંથાવાડા બનાસકાંઠા પોલીસ દ્વારા પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાંથાવાડા પોલીસે વિષ્ણુભાઇ હરીભાઇ ચૌધરી, CID ક્રાઇમ અમદાવાદની સરકારી ગાડીના ડ્રાઇવર રહે. વણાગલા તા. ઉંઝા તેમજ તેનો ભાઈ જયેશભાઇ નારણભાઇ ચૌધરી રહે. વણાગલા તા. ઉંઝાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!