એ.સી.બી. ની સફળ ટ્રેપથી બે LRD જવાનો રંગેહાથ લાંચ લેતાં ઝડપાયા

- Advertisement -
Share

 

સુરતના સિટી લાઇટ વિસ્તારમાં જમનાનગર પોલીસ ચોકી આગળ અણુવ્રત દ્વાર નજીક જાહેરમાં લાંચ લેતાં બે લોક રક્ષક દળના જવાનને એ.સી.બી.એ રંગેહાથે ઝડપી પાડયા હતા.

 

 

રૂપિયાની લેતી-દેતીની એક તરફી તપાસ કરવા રૂ. 20,000 ની માંગણી કરી રૂપિયા નહી આપો તો ગુનો દાખલ કરીશ એમ કહેતાં ફરિયાદીએ એ.સી.બી.ની મદદ માંગી હોવાનું બહાર આવ્યું છે.

 

આ અંગે એ.સી.બી.એ જણાવ્યું હતું કે, ‘ઝડપાયેલ પોલીસ કર્મચારી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને રૂપિયાની લેવડ-દેવડ બાબતની અરજીની તપાસ કરતાં હોવાનું બહાર આવ્યું છે.

 

એટલું જ નહીં પણ જો આ અરજીનો નિકાલ કરવો હોય તો મને રૂ. 20,000 આપવા પડશે અને નહીં આપે તો ગુનો દાખલ થશે. તેવી ધમકી આપતાં ફરિયાદીએ એ.સી.બી.ના દ્વાર ખખડાવ્યા હતા. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી.એ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

 

આરોપીએ ફરિયાદી સાથે મોબાઇલ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચીયા પોલીસ કર્મચારી એજાઝ હુસેનભાઇ જુનેજા (લોકરક્ષક વર્ગ-3, ઉમરા પોલીસ સ્ટેશન) અને અમિતભાઇ ધીરૂભાઇ રબારી (લોકરક્ષક વર્ગ-3, ઉમરા પોલીસ સ્ટેશન) બંને લાંચની રકમ રૂ. 20,000 લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

 

આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અમિતભાઇ ધીરૂભાઇ રબારી ઝડપાઇ ગયો હતો. જ્યારે એજાઝ હુસેનભાઇ જુનેજા ભાગી જવામાં સફળ થયો છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!