ગાય સહિતના પશુઓ માટેની સહાયની રકમ 2 મહિના સુધી ન ચુકવતા સંચાલક મંડળ કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા

- Advertisement -
Share

બુધવારના રોજ ડીસા નજીક આવેલ વર્ધમાન વિહારધામ ખાતે જીલ્લાના ફેડરેશનનાં સભ્યો એકત્ર થયેલ તેમાં ચર્ચા મુજબ ડીસેમ્બર-20ની બાકી રહેલ સબસીડી સરકાર સત્વરે ચુકવે તે માટે કલેકટર બનાસકાંઠાને આવેદનપત્ર આપવા અને ગૌશાળા પાંજરાપોળો પાસે કાયમી આવકના સાધનો ન હોઈ અને માત્ર દાતાઓના દાન પર નિભાવ થઇ રહ્યો છે તેવા સમયે દાનની આવકમાં ઘટાડો થતા કાયમી ધોરણે ગૌશાળા પાંજરાપોળનાં પશુઓને નિભાવવ સંસ્થાઓને સબસીડી મળે તે અંગે રૂબરૂ જીલ્લા કલેકટરને આવેદનત્ર આપ્યું હતું.

 

 

ફેડરેશનનાં પ્રમુખ ચીનુભાઈ શાહે જણાવ્યું કે ગુજરાતમાં એક સરકારી આંકડાઓ મુજબ ગુજરતની તમામ ગૌશાળા અને પાંજરાપોળોમાં ૪ લાખ જેટલા ગૌવંશ સહિતના પશુઓ આશ્રિત છે અને જેમાં ખાસ કરીને બે લાખ કરતા વધુ પશુધનની સંખ્યા કચ્છ અને બનાસકાંઠા જીલ્લાની સંસ્થાઓમાં આશ્રિત છે.

 

 

જયારે બનાસકાંઠા જિલ્લો પશુપાલન ખાતે પણ મોખેરે છે તો અને બનાસકાંઠા જીલ્લમાં 165 જેટલી ગૌશાળા પાંજરાપોળોમાં 70 હજાર કરતા વધુ પશુધન આશ્રિત છે અને આ સંસ્થાઓમાં બિનઉપયોગી પશુઓને સેવાના હેતુથી આશ્રય આપવામાં આવે છે.

 

 

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગૌશાળામાં આશ્રિત પશુઓ માટે કાયમી સહાય ચૂકવાય છે તે મુજબ ગુજરાતની તમામ ગૌશાળા અને પાંજરાપોળોને પ્રતિ પશુ પ્રતિદિન મુજબ રૂ.50 સુધીની મળવી જ જોઈએ તેવી લાગણીઓ સાથે માંગણી છે: હસમુખભાઈ વેદાલીયા(બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશન,મંત્રી)

 

 

વર્ષ 2018માં ગૌશાળા અને પાંજરાપોળોની આર્થિક સ્થતિ કફોડી બનતા સંસ્થાઓમાં આશ્રતી પશુધનને નિભાવવું મુશ્કેલ બનતા બનાસકાંઠાનાં મંડળ દ્વારા સરકાર પાસે પશુઓના જીવન બચાવવા માટે સરકારમાં રજુઆતો કરવાનું શરુ કરેલ અને તે લાંબા સમય સુધી રજુઅતો કરવા છતાં સરકાર તરફથી સહાય બાબતે હકારાત્મક પ્રતીઉતરનાં મળતા ડીસાની પાંજરાપોળનાં સંચાલક ભરતભાઈ કોઠારીનાં નેતૃત્વમાં અંદોલન કરવામ આવ્યું હતું અને તેમાં સફળતા પણ મળી હતી.

 

 

સરકરે આંદોલનને જોઈએને તાત્કાલિક ગૌશાળા પાંજરાપોળોના સંચાલકો સાથે બેઠક કરી ઘાસચારા તેમજ રોકડ સહાયની જાહેરાત કરેલ અને તે મુજબ સહાય પણ ચૂકવી હતી અને આમ ત્યારબાદ પુરની સ્થતિમાં અછતની સ્થતિમાં પણ સરકારે ગૌશાળા સંસ્થાઓને સહાય આપેલ હતી.

 

 

જયારે કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન વેપાર રોજગાર બંધ થતા જે સંસ્થાઓને મળનાર દાની આવક પણ બંધ થઇ જતા ફરી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સરકારે ૫ માસ માટે ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે પ્રતિદિન પ્રતિપશુ રૂ.૨૫ ની સહાય જાહેર કરેલ અને તે મુજબ ૪ માસ સુધી અવિલંબ સહાયની રકમ ચૂકવામાં આવી હતી પણ આખરી ડીસેમ્બર માસની સહાય આજે બે માસ પૂર્ણ થઇ જવા છતાં સહાયની રકમ મળી નહિ તે સત્વરે ચૂકવામાં આવે તેવી માંગણીઓ સાથે કલેકટર બનાસકાંઠાને આવેદનપત્ર આપ્યું: કિશોર દવે(ફેડરેશન પ્રવક્તા).

 

 

જોવાનું રહ્યું કે ગૌશાળા પાંજરાપોળોનાં પ્રતિનિધિ મંડળ દ્વારા કલેકટર બનાસકાંઠને આપવામાં આવેલ આવેદનપત્ર અને રજુઆતો પર સરકારનો શું પ્રતિઉત્તર મળે છે અને જો સરકાર તરફથી સત્વરે બાકી સહાયની રકમ ચૂકવામાં નહી આવે તો ફેડરેશન દ્વારા ફરી અંદોલનનો માર્ગ અપનાવશે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!