બાલાસિનોરમાં કિશોર મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં બેટરી ફાટતાં 4 ટેરવાં કપાયા

Share

એક તરફ આધુનિક યુગમાં મોબાઈલ એ જીવન જરૂરિયાતની ચીજ બની ગયો છે. ત્યારે ઘણીવાર મોબાઈલ જીવનને જોખમમાં પણ મૂકી દે છે. બાલાસિનોર તાલુકાના પરબિયા નજીક રહેતાં કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં હતા. તે દરમિયાન ફોનની બેટરી ફૂટતાં કિશોરની 4 આંગળીનાં ટેરવાં કપાઇ જતાં બાયડની હોસ્પિટલમાં સારવાર માટે લવાતાં ઓપરેશન કરી સારવાર કરી હતી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બાલાસિનોરના પરબિયા નજીક રહેતો કિશોર બે દિવસ પહેલાં મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતો હતો. એ વેળાએ અચાનક જ મોબાઈલની બેટરી ફાટતાં કિશોરનો હાથ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. કિશોરના હાથની ચાર આંગળીનાં ટેરવા કપાઈ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

[google_ad]

advt

 

તરત જ પરિવાર બાયડની શ્રીજી હોસ્પિટલમાં તેને લાવ્યો હતો. શ્રીજી હોસ્પિટલના ઓર્થોપેડિક દીપેનભાઇ પંચાલે જણાવ્યું હતું કે, હાથની બે આંગળીનાં ટેરવાને ભારે નુકસાન થયું હતું. બે કલાક ઓપરેશન કર્યા બાદ આંગળીઓને બચાવી લેવામાં આવી હતી.

From – Banaskantha Update


Share