બાયડના સાઠંબા નજીકથી પ્રેમીએ જ મિત્ર સાથે મળી માતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો : બે શખ્સોની અટકાયત કરાઇ

Share

એક કહેવત છે કે ” કોઈ પણ ક્રાઈમ ક્યારે પણ પરફેક્ટ નથી હોતું ” આ વાક્યને અરવલ્લી પોલીસે સાચું સાબિત કરી બતાવ્યું છે. અને બાયડ તાલુકાના સાઠંબા નજીકથી મળેલ માતા-પુત્રના મૃતદેહનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. અમે માતા-પુત્રની હત્યાને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. મહીલાના પ્રેમી એ જ તેને અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારતાં આ કીસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

[google_ad]

 

ઘટનાની વાત કરીએ તો અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા નાની ખારી ગામની સીમમાંથી ત્રણ દિવસ અગાઉ માતા પુત્રનો મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ અરવલ્લી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

[google_ad]

 

તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના નાની ખેરવાડ ગામની જમનાબેન ગામેતી અને આલોક ગામેતી હોવાની અરવલ્લી જીલ્લા એલ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા માટે અરવલ્લી જીલ્લા એસ.ડી.પી.ઓ , એલ.સી.બી. , સાઠંબા પોલીસ સહીત જુદી-જુદી પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

[google_ad]

 

જૂનાગઢ વિસ્તારના સુરેશભાઈ મેર સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવતાં પોલીસે એ દિશામાં તપાસ હાથધરી હતી. અને પ્રેમ સંબંધમાં માતા પુત્રની હત્યા થઈ હોવાનું સામે આવતાં આ હત્યા કેવી રીતે થઈ અને હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો.

[google_ad]

 

 

તે અંગે વધુ તપાસ કરતા હત્યાને અંજામ આપનાર રાજકોટના ગાંડુંભાઈ જાદવે ટી.વી. સિરિયલ જોઈ તે પ્રમાણે હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે રૂ. 3 લાખ 20 હજાર કબ્જે લઈ બે હત્યારાઓને જેલ હવાલે કર્યા છે.

[google_ad]

 

પ્રેમમાં અંધ બનેલી મહીલા માટે અંગ્રેજીની એક કહેવત ” CRIME IS A NAVER FACE” ગુન્હાનો કોઈ ચહેરો નથી હોતો તે સાચી સાબિત થઈ અને મહીલાના પ્રેમી એ જ તેને અને તેના પુત્રને મોતને ઘાટ ઉતારતાં આ કીસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

 

From – Banaskantha Update


Share