કોરોના પોઝિટિવ આવતા આ અભિનેત્રીએ ફોટો શેર કરતાં કહ્યું- ચૂસી લે છે, શરીરમાં ભયાનક દુ:ખાવો :

- Advertisement -
Share

બોલિવુડમાં કોરોનાની લહેરે કેટલાંય એકટર્સને પોતાની ઝપટમાં લઇ લીધા છે. દરરોજ કોઇને કોઇ એકટર કોરોના વાયરસથી સંક્રમિત થાય છે. એવામાં દંગલ ગર્લ ફાતિમા સના શેખ પણ થોડાંક દિવસ પહેલાં કોરોનાથી સંક્રમિત થઇ. કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ફાતિમાએ પોતાના ઘરમાં જ આઇસોલેટ કરી લીધી છે. તે તમામ નિયમોનું પાલન કરી રહી છે. હવે ફાતિમાએ એક પોસ્ટ શેર કરીને પોતાના સ્વાસ્થય અંગે માહિતી આપી છે.

ફાતિમા સના શેખે 29મી માર્ચના રોજ એક પોસ્ટ કરીને કહ્યું હતું કે તે કોરોનાથી સંક્રમિત થઇ ગઇ છે. તેણે પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ સાવધાનીઓ અને પ્રોટોકોલનું પાલન કરી રહી છું અને ઘરે જ આઇસોલેટ છું. તમારી ચિંતા અને પ્રાર્થના માટે શુક્રિયા. સુરક્ષિત રહો મિત્રો.

ફાતિમાએ પોતાની ઇંસ્ટા સ્ટોરી પર તસવીર પોસ્ટ કરતાં કોરોના મહામારીથી લડવાનું દર્દ વ્યકત કર્યું છે. તેણે કહ્યું કેવા હાલ થયા છે. શેર કરેલા ફોટોમાં ફાતિમા સના શેખ બેડ પર સૂતી છે અને ઉદાસ દેખાય છે. તેણે કહ્યું કે સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ખત્મ થઇ ચૂકી છે. ફાતિમા લખે છે કે , કોવિડ બકવાસ છે, મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા જતી રહી છે. શરીરમાં ભયાનક દુ:ખાવો છે.

કોવિડ થતાં પહેલાં ફાતિમા સના શેખ એકટર અનિલ કપૂરની સાથે એક ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત હતી. તાજેતરમાં જ અનિલે બીમાર ફાતિમા માટે ઘરનું ખાવાનું પણ મોકલાવ્યું હતું, તેનો ફોટો અભિનેત્રીએ શેર કર્યો હતો. અનિલ કપૂર પોતાની કો-સ્ટારનું ખૂબ જ ધ્યાન રાખે છે.

ઉલ્લેખનીય છે કે ફાતિમા સના શેખ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સની સીરીઝ અજીબ દાસ્તાનસમાં દેખાશે. તે છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ લૂડોમાં દેખાઇ હતી. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ હતા. આ મલ્ટી-સ્ટાર ફિલ્મમાં અભિષેક બચ્ચન, આશા નેગી, રોહિત સરાફ, પંકજ ત્રિપાઠી સંગ બીજાએ પણ કામ કર્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!