પાલનપુર – ડીસા હાઈવે પરથી મોટા પ્રમાણમાં SOGએ પોષ ડોડા ઝડપી પાડ્યા, 90 લાખનો મુદ્દામાલ કબજે

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર – ડીસા હાઈવે પર એસોજી પોલીસની ટીમે બાતમીના આધારે ઝારખંડથી પોશડોડા લઇ ટ્રક ગુજરાત આવતી હોવાની માહિતી મળતા SOG પોલીસે બાતમીના આધારે પોશડોડા ભરેલ ટ્રક સહિત અંદાજિત 90 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદ અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર મોટા પ્રમાણમાં નસીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી જ નશીલા પદાર્થને ગુજરાતમાં આવતા અટકાવવા માટે અનેકવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે આજે વધુ બનાસકાંઠા જિલ્લાની SOGની ટીમે પોષ ડોડા ભરેલ ટ્રક ઝડપી પાડી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઝારખંડથી પોસડોડા લઈ ગુજરાતમાં આવતી હોવાની બનાસકાંઠા એસઓજી પોલીસની ટીમને બાતમી મળતા એસઓજીની ટીમે ડીસા પાલનપુર હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાકી વાળી ટ્રક આવતા તેને રોકાવી જ તેની તપાસ કરતાં ટ્રકમાં પોષ ડોડા ભરેલા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ એસઓજી પોલીસે અંદાજિત 90 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!