ડીસામાં અનંત ચતુર્દશી સામૂહીક વ્રત ઉથાપનની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

46 ભૂદેવોએ એક દિવસ ઉપવાસ કરી અન્યને 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રતની ઉજવણી કરી

 

ડીસામાં શુક્રવારે પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અનંત ચતુર્દશી સામૂહીક વ્રત ઉથાપનની ઉજવણી કરાઇ હતી. જેમાં 46 ભૂદેવોએ ભાગ લઇ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રત ઉજવ્યું હતું.

બ્રાહ્મણ સમાજમાં અનંત ચતુર્દશીનું વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે. વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવવા માટે મોટાભાગના ભૂદેવ આ વ્રત કરતાં હોય છે.

જેમાં શુક્રવારે પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહીક વ્રત ઉથાપનની ઉજવણી કરાઇ હતી. જેમાં 46 ભૂદેવોએ ભાગ લીધો હતો.

 

સામાન્ય રીતે પાંડવોના સમયથી કરવામાં આવતાં વ્રતમાં ભૂદેવ 14 વર્ષ સુધી વ્રત કરી દર વર્ષે 14 લોકોને દોરો બાંધી વ્રત કરાવે છે અને 14 વર્ષે બાદ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રતની ઉજવણી કરે છે.

 

ડીસામાં શુક્રવારે આ સામૂહીક ઉજવણીમાં સમસ્ત પંચ પરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. જયારે વ્રત કરનાર લોકોને પણ આશિર્વાદ આપ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!