પાટણના વાગડોદ નજીક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં માતા, પુત્ર અને પુત્રીનું મોત થતાં પરિવારનો માળો વિખરાયો

- Advertisement -
Share

 

પાટણના વાગડોદ નજીક સોમવારે ડમ્પર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

 

જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. આમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્ર એમ ત્રણેયના મોત નિપજ્યા છે. બાઈક ચાલક પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

 

ડીસાના તાલુકાના સામઢી ગામે હવન પ્રસંગે જઈ રહ્યા હતા. ત્યારે તેઓની બાઈકને અકસ્માત નડયો હતો. જેમાં પરિવારના ત્રણેય સભ્યોના મોત નિપજ્યા હતા. માતા કમળાબેન જોમાભાઈ રબારી, પુત્રી સુસ્મિતા જોમાભાઈ રબારી અને પુત્ર આશિષ જોમાભાઈ રબારીનું અકસ્માતમાં મોત નિપજયું છે.

 

 

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે અનેક લોકો અકસ્માતમાં મોતને પણ ભેટી રહ્યા છે. વાહન ચાલકોની ગફલતભરી ડ્રાઈવીંગના કારણે અને અન્ય કારણોસર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે પાટણના વાગદોડ નજીક ડમ્પર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

સરસ્વતી તાલુકાના રેચવી ગામના માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બાઈક ચાલક પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજયું હતું. રેતી ભરેલા ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક જ પરિવારના 3 સભ્યોના મોત થતાં માતમ છવાઈ ગયો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!