રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કયા બાળકને પ્રવેશ મળે? પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કરી લો આટલી તૈયારી

- Advertisement -
Share

આરટીઈ હેઠળ પ્રવેશ (Admission under RTE) મેળવતા બાળકોની ફી સરકાર સ્કૂલને ચૂકવી આપે છે. આ માટે બાળકના વાલીએ કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી.

આરટીઈ (Right to education) હેઠળ ધોરણ-1થી આઠના ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ (School admission) આપવામાં આવે છે. સરકારના આદેશ પ્રમાણે ખાનગી શાળાઓએ RTE અંતર્ગત 25% બેઠક અનામત રાખવાની રહેશે. કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) બાદ આ વર્ષે શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. જોકે, હજુ સુધી RTE હેઠળ વંચિત વર્ગના બાળકોના પ્રવેશ માટેના કોઈ ઠેકાણા નથી. આથી જ વાલીઓ તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. સરકાર તરફથી આ અંગે ઝડપથી પ્રવેશ પ્રક્રિયા (RTE admission process) શરૂ કરવામાં આવશે તેવી આશા વચ્ચે RTE માટે અરજીથી લઈને કયા કયા જરૂરી પુરાવા જરૂરી છે તેની માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે. જો તમારે પાસે નીચે મુજબના પુરાવા નથી તો તમે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા તેની વ્યવસ્થા કરી શકો છો.

 

 

સામાન્ય રીતે રાઇટ ટુ એજ્યુકેશન માટે પ્રવેશની પ્રક્રિયા ઓનલાઇન થતી હોય છે. આ માટે સરકારે ઓનલાઇન પોર્ટલ (https://rte.orpgujarat.com/) બનાવ્યું છે. આ પોર્ટલ પર પણ તમને સ્કૂલોની યાદી સહિતની માહિતી મળી રહેશે. તો સમજીએ રાઇટ ટુ એજ્યુકેશન માટે અરજી કરતા પહેલા કયા કયા પુરાવા જરૂરી છે તેમજ કઈ કઈ વાતનું ધ્યાન રાખવું પડશે. ઉલ્લેખનીય છે કે RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની ફી સરકાર સ્કૂલને ચૂકવી આપે છે. આ માટે બાળકના વાલીએ કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી.

(1) બાળકના પિતા/વાલીનો આવકનો દાખલો
(2) ગ્રામ્ય વિસ્તાર માટે આવકની મર્યાદા 1,20,000 લાખ, શહેરી વિસ્તાર માટે 1,50,000
(3) બાળકના પિતા/વાલીનું રેશનકાર્ડ
(4) બાળકની બે રંગીન તસવીર
(5) બાળકનું આાધારકાર્ડ
(6) બાળકના જન્મનો દાખલો
(7) બાળકના માતા-પિતા/વાલીનું આધાર કાર્ડ
(8) બાળકના પિતા/વાલીનો જાતિનો દાખલો
(9) બાળકના પિતાનું લાઇટબીલ/વેરાબીલ/ ભાડે રહેતા હોય તો ભાડા કરાર
(10)બાળકનું આથવા બાળકના પિતા/વાલીની બેંક પાસબુક
(11)સંતાનમાં એક માત્ર દીકરી હોય તો ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઑફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો જરૂરી છે.

 

 

 

શૂન્યથી 20 આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે. શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઑફિસરનો દાખલો અને નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી 20 આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબરવાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહીં.

જે તે વર્ષના જૂન મહિનાની પહેલી તારીખે બાળકની ઉંમર પાંચ વર્ષ હોવી જોઈએ.
દરેક પુરાવાની બે સેટમાં નકલ કરાવવાની રહેશે. સાચા પ્રમાણપત્રો સાથે રાખવા
RTEમાં પ્રવેશ માટો ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

RTI અંતર્ગત પ્રવેશમાં 1) અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળું બાળક 2) બાલગૃહનાં બાળકો, બાળમજૂર/સ્થળાંતરીત મજૂરનાં બાળકો 3) મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો 4) ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-2016૬ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક 5) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો 6) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસદળનાં જવાનનાં બાળકો 7) માતા-પિતાને એકમાત્ર સંતાન હોય 8) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો 9) 0થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો 10) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્‍ય પછાત વર્ગ/વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો 11) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો. આ રીતે અગ્રીમતા આપવામાં આવશે.

 

ઑનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ બાળકના માતાપિતાએ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જો શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કરવો.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!