ડીસામાં મોદી સમાજ દ્વારા શ્રી બહુચરાજી માતાજીના પગપાળા 43માં સંઘનું પ્રસ્થાન કરાવ્યું

- Advertisement -
Share

ડીસામાં મોદી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ સુદ-12ને બુધવારના રોજ માતાશેરી ખાતે આવેલ શ્રી બહુચર માતાજીના મંદિરેથી વહેલી સવારે પગપાળા સંઘનું આયોજન કરાયું હતું. જેમાં માતાજીની આરતી અને દર્શન કરીને મોદી સમાજના પ્રમુખ ઇશ્વરલાલ કાનુડાવાળાએ 43માં સંઘને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

[google_ad]

આ સંઘનું માતાશેરીથી લેખરાજ ચાર રસ્તા થઇ વાડી રોડ અંબાજી મંદિર થઇને મારવાડી મોચીવાસ, ઢેબર રોડ, સદર બજાર અને રામચોક થઇને ગાંધીચોકમાં રૂપા માતાજીના મંદિરે દર્શન કરી શ્રીજી ચોક મોટા મહેલામાં વીર દાદાના દર્શન કરી સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરીને સોશિયલ ડીસ્ટન્સ રાખીને જૂનાડીસા તરફ પ્રસ્થાન કરાવ્યું હતું.

[google_ad]

 

જૂનાડીસામાં માતાજીના સેવક તરફથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી. મોદી સમાજના ગૃપે રસ-રોટલીનું આયોજન કર્યું હતું. ત્યારબાદ બપોરે 11 કલાકે નવા ગામમાં જમવાનું ત્યારબાદ જંગરાલ થઇને વાગડોદ મુકામે ગોગા મહારાજના મંદિરે રાત્રિ રોકાણ કરશે અને સવારે વહેલા આગાર મુકામે શાસ્ત્રીનગર ગૃપ તરફથી બદામ શેકની વ્યવસ્થા કરાઇ.

[google_ad]

ત્યારબાદ પાટણ થઇ ચાણસ્મા-મોઢેરા થઇને બહુચરાજી મુકામે અષાઢ સુદ-ચૌદશને શુક્રવારના રોજ બહુચરાજી મુકામે સવારે પહોંચી જશે. નગરમાં શોભાયાત્રા ફરશે અને મંદીરમાં માતાજીના ચરણોમાં ધજા ચઢાવી ધન્યતા અનુભવશે.

[google_ad]

બંસીલાલ પોપટલાલ કાનુડાવાળા પરિવાર તરફથી ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. કોરોનાની મહામારીના કારણે લોકો દૂર દૂર ઉભા રહીને માતાજીની ધજાના દર્શનનો લાભ લીધો હતો. રસ્તામાં ઠંડા પાણીની વ્યવસ્થા અજયભાઇ ચોખાવાલા તરફથી આયોજન કરાયું હતું.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!