ડીસામાં જુગાર રમતાં ચાર શખ્સો ઝડપાયા

Share

ડીસાની દક્ષિણ પોલીસે લાટી બજાર વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે રેડ કરતાં ખુલ્લામાં ચાર શખ્સો જુગાર રમતાં પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે ચાર શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા દક્ષિણ પોલીસે શુક્રવારે ખાનગી બાતમીના આધારે લાટી બજાર નજીક આવેલા હાથિખાના વિસ્તાર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો જુગાર રમી રહ્યા છે હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરતાં ચાર શખ્સોને જુગાર રમતાં પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે તેમની પાસેથી રોકડા અને મોબાઇલ સહીત કુલ રૂ. 10,160 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે ચાર શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

ઝડપાયેલા શખ્સોના નામ
(1) મહેશ જવાનજી ઠાકોર
(2) પરેશ મહેશભાઇ ઠાકોર
(3) વિપુલ જવાનજી ઠાકોર (ત્રણ રહે. લાટી બજાર, ડીસા)
(4) વિજય મદનલાલ ચૌહાણ (રહે.મોચીવાસ, ડીસા)

 

From – Banaskantha Update


Share