ડીસામાં મીટર પ્રથા બંધ કરવા સહીત 26 મુદ્દે રોષે ભરાયેલા ખેડૂતોએ ચક્કાજામ કર્યો : 100 જેટલાં ખેડૂતોની અટકાયત કરાઇ

- Advertisement -
Share

છેલ્લા 6 દિવસથી ગુજરાતના ખેડૂતો ગાંધીનગરમાં ધરણાં પર ઉતર્યાં છે : ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

 

સમાન વીજદર અને રી-સર્વે સહીત 26 જેટલાં મુદ્દે છેલ્લા 6 દિવસથી ગાંધીનગરમાં ધરણાં પર બેઠેલા ખેડૂતોની વાત સરકાર ન સાંભળતા મંગળવારે ડીસામાં રોષે ભરાયેલા ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો.
સતત દોઢ કલાક સુધી ખેડૂતો રોડ પર બેસી જતાં ટ્રાફીકજામ સર્જાતાં ડીસા પોલીસે તાત્કાલીક દોડી આવી 100 જેટલાં ખેડૂતોની અટકાયત કરી ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો.

બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સરકાર સામે વિવિધ માંગણીઓને મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ખાસ કરીને મીટર પ્રથા બંધ કરી જૂની હોર્સ પાવર ટેરીફ આધારીત વીજળી આપવા સહીત 26 જેટલાં મુદ્દાની ખેડૂતોની માંગ છે.
વારંવાર રજૂઆત બાદ પણ ખેડૂતોની વાત ન સાંભળતા છેલ્લા 6 દિવસથી ગુજરાતના ખેડૂતો ગાંધીનગરમાં ધરણાં પર ઉતર્યાં છે. જોકે, સરકારે ખેડૂતોની વાત ધ્યાનમાં ન લેતા મંગળવારે બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો.

100 જેટલાં ખેડૂતોએ ડીસાના જલારામ મંદિર નજીક આવી રોડ પર બેસી જઇ ભારતીય કિસાન સંઘ જીંદાબાદના નારા લગાવતાં ટ્રાફીકજામ સર્જાયો હતો.

સતત દોઢ કલાક સુધી ટ્રાફીકજામ રહેતાં ડીસા ઉત્તર પોલીસ દોડી આવી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કર્યાં હતા. તેમ છતાં પણ ખેડૂતોએ વાત ન માનતાં પોલીસે 100 જેટલાં ખેડૂતોની અટકાયત કરી હતી અને ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો.
આંદોલનકારી ખેડૂત આગેવાનોની માંગ છે કે, ‘સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે આગામી સમયમાં હજુ પણ વધારે ઉગ્ર આંદોલન કરીશું. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!