બાલુન્દ્રા પાસે ટ્રેકટર – બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં એકનું મોત, એકને ગંભીર ઈજા

- Advertisement -
Share

ઇકબાલગઢ-બાલુન્દ્રા રોડ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર 2 વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ઇકબાલગઢ-બાલુન્દ્રા રોડ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.

ઇકબાલગઢ તરફથી બાળુન્દ્રા તરફ જતા બનાસ નદીના ઓવર બ્રિજ પાર કરતી વખતે ટ્રેક્ટરની સામે બાઈક આવી જતા બંને વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરની ટક્કરથી બાઈક દૂર સુધી ફંગોળાઈ જતા તેના પર સવાર બે વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેથી એક યુવકને માથાના ભાગે ગંભીરઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જ્યારે બાઈક પર સવાર અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે પાલનપુર ખાસેડવામાં આવ્યો છે. બાઈક ચાલકને બચાવવા જતા ટ્રેક્ટર પણ દૂર જઈ પડ્યું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરતા પોલીસે પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!