ડીસાના ગેનાજી ગોળીયામાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો નોંધાયો

- Advertisement -
Share

પીડીત ખેડૂતની જમીન પચાવી પાડવાનો કારચો રચ્યો : 27 વર્ષ અગાઉ બળજબરી અને ધાક ધમકી આપી જમીન પચાવી પાડી

 

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં રહેતાં ખેડૂતની વડીલોપાર્જીત જમીન પચાવી પાડતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે પીડીત ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં રહેતાં હરીજી ગણેશાજી માળીની ડીસા તાલુકાના ગેનાજી ગોળીયામાં વડીલોપાર્જીત જમીન જેનો જૂનો સર્વે નં. 166 સ.નં. 29/3 પૈકી 1 અને પૈકી 2 હેક્ટર ચો. મીટર 0-57-2

અને સર્વે નં. 167 પૈકીની હેક્ટર આશરે 0-59-19 જેની સરકારી કિંમત રૂ. 9,55,000 બળજબરી પૂર્વક બાજુમાં રહેતાં કાન્તુભા તેજુભા વાઘેલા, સજુભા તેજુભા વાઘેલા, કનુભા તેજુભા વાઘેલા અને તેજુભા

અમરસિંગ વાઘેલાએ ભેગા મળી 27 વર્ષ અગાઉ તા. 05/06/1995 ના રોજ બળજબરી અને ધાક ધમકી આપી પચાવી પાડી હતી અને તેમાં ખેતી કરતાં હોઇ આ અંગે હરીજી માળીએ અવાર-નવાર રજૂઆત પણ

 

કરતાંઆ શખ્સો તેમની જમીન ખાલી કરતાં ન હોઇ તેમને આ બાબતે બનાસકાંઠા કલેક્ટરને તા. 17/12/2021 ના રોજ જમીન પચાવી પાડવા બાબત પ્રતિબંધિત અધિનિયમન-2020 હેઠળ અરજી કરી રજૂઆત કરી હતી.

 

જેથી બનાસકાંઠા કલેક્ટર દ્વારા અમોને ફરિયાદ દાખલ કરવા હુકમ કરતાં આ અંગે હરીજી ગણેશાજી માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે કાન્તુભા તેજુભા વાઘેલા, સજુભા તેજુભા વાઘેલા, કનુભા તેજુભા
વાઘેલા અને તેજુભા અમરસિંગ વાઘેલા (તમામ રહે.ડાવસ, તા. ડીસા) વાળા સામે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!