ડીસામાં સ્પેરપાર્ટની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન

- Advertisement -
Share

ડીસામાં હાઇવે પર આવેલી સ્પેરપાર્ટ્સની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અંદાજિત 30 લાખથી વધુનો માલસામાન કોઈને ખાસ થઈ ગયો હતો. રાત્રીના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ડીસામાં હાઇવે પર આવેલ ઇસ્કોન ક્રિસ્ટલમાં એ.કે સર્વિસ નામની સ્પેરપાર્ટ્સની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું છે. સર્વિસ સેન્ટરના માલિક ગઈકાલે દુકાન બંધ કરીને ઘરે ગયા બાદ મોડી રાત્રે આકસ્મિક આગ લાગતા સર્વિસ સેન્ટરમાં તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આજે વહેલી સવારે 10 વાગે દુકાન ખોલતા તેમાં આગ લાગી હોવાની માલિકને જાણ થઈ હતી.

સર્વિસ સેન્ટરમાં તપાસ કરતા અંદાજે 30 લાખથી વધુના સ્પેરપાર્ટ્સ બળીને ખાખ થઈ ગયા હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનો અનુમાન છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!