વાવ તાલુકાના લાલપુરા સીમમાંથી પસાર થતી રડકા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા કેનાલના પાણી ત્રણ એકર ઘઉંમાં ફરી વળતાં ખેડૂતને પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે લાલપુરાના ખેડૂતોએ ઘઉંના પાકમાં ભરાયેલું પાણી પમ્પીંગ કરી પાછું કેનાલમાં નાખ્યું હતું.
લાલપુરા ગામની સીમમાંથી પસાર થતી રડકા માઇનોર-2 સોમવારે સવારે ઓવરફ્લો થતાં લાલપુરા ગામના ખેડૂત ગણપતભાઈ તેજાભાઈ ઠાકોરના ખેતરમાં ત્રણ એકર ઘઉંના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં હતા. ઉભા પાકોમાં પાણી ફરી વળતાં પાકને નુકશસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. લાલપુરાના ખેડૂતે ખેતરમાં ઘઉંના પાકમાં પાણી ભરાઇ જતાં પાક બચાવવા ખેડૂતે પમ્પિંગ કરી ખેતરમાંથી પાણી પાછું કેનાલમાં નાખ્યું હતું.