ડીસામાં ઇકો ગાડીમાં શોર્ટ-સર્કીટથી આગ ભભૂકી ઉઠતાં દોડધામ : ઇકો ચાલકનો આબાદ બચાવ

- Advertisement -
Share

 

ડીસાના રાજમંદિર સર્કલ નજીક શનિવારે ઇક્કો ગાડીમાં શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.

 

 

 

જેમાં સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 

 

જ્યારે ઇકો ચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે, ઇકો ગાડી બળીને ખાખ થઇ જતાં ગાડીના માલિકને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાંની સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઇ જતી હોય છે.

 

 

ત્યારે મોટાભાગે કારમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શનિવારે ડીસા શહેરના રાજમંદિર સર્કલ નજીક ઇક્કો ગાડીમાં શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી.

 

 

 

જે અંગેની જાણ ઇક્કો ચાલકને થતાં તેને તાત્કાલીક લોકોની અવર-જવરથી દૂર ગાડી મૂકી ગાડીમાંથી સુરક્ષિત નીકળી ગયો હતો. પરંતુ જોત જોતામાં ઇક્કો ગાડીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી.

 

 

 

આ આગની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓએ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં તાત્કાલીક ઘટનાસ્થળે ફાયર-ફાઇટરની ટીમ દોડી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 

 

જ્યારે ઇકો ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ડીસાના રાજમંદિર સર્કલ નજીક આગની ઘટના બનતાં લોકોમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

 

 

પરંતુ નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ દ્વારા ઇક્કો ગાડી પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!