થરાદની મુખ્ય કેનાલમાંથી 3 માસુમ બાળકોના મૃત્દેહ મળ્યા : માતાની શોધખોળ ચાલુ

- Advertisement -
Share

થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે મહિલાએ જંપલાવ્યું હોવાની કોઈ સ્થાનિકે નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે 2 કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને બાકીના લોકોની શોધખોળ હાથ ધરી હતી જેમાં વધું એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.

થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ બાળકો સાથે મહિલાએ જંપલાવ્યું હોવાની કોઈ સ્થાનિકે નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકોના મૃતદેહ મળી આવતા બહાર કઢાયા હતા. જ્યારે બાકીના લોકોની સતત 5 કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. બાદમાં વધુ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો.
ફાયરટીમના તરવૈયાએ જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. તેવી જાણ કરતાં ફાયરટીમ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના દેથળી ગામની મહિલા અને ધરાધરા ગામના ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાથી પરણિત મહિલાએ પોતાના સંતાનો સાથે મુખ્ય નર્મદા નહેર ઉપર આવી પ્રેમી સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ આવ્યું હતું. આથી સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યો ત્યારબાદ થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે બે કલાકની શોધખોળ કરી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાદમાં વધુ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.
બાળકોના મૃતદેહોને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પછી તરવૈયા દ્વારા ફરી 3 કલાક સુધી આગળની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઇ ભાળ ના મળતાં અંતે નગરપાલિકાની ફાયર ટીમ પરત ફરી હતી. હાલ થરાદ પોલીસે ગુમ થયેલા પ્રેમીયુગલની શોધખોળ હાથ ધરી છે.
સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જેમાં લોકમુખે અલગ અલગ પ્રકારી વાતો થઈ રહ્યા હતી. જેથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં નિર્દોષ બાળકોના જીવ હોમી તેના પ્રેમી યુવક સાથે રફુચક્કર થઈ ગઈ હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે. જેથી લોકો મહિલા તેમજ ઇસમ સામે ફિટકાર વરસાવી રહ્યાં છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!