દાંતા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નું હાર્ટઅટેકથી મોત

- Advertisement -
Share

સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો

 

સેવા, સુરક્ષા અને શાંતિના ધૈર્ય પર પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવી ગુજરાત પોલીસ રાત-દિવસ જનતા માટે કામ કરતી હોય છે.

જ્યારે તહેવારોમાં પોલીસની કામગીરી પણ વધી જતી હોય છે. જેથી લોકોને કોઇ પણ અસુવિધા કે મુશ્કેલી ન ભોગવવી પડે. પરંતુ દિવાળીના પર્વ પર એક દુ:ખદ ઘટના સામે આવી છે.

જેમાં હડાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર હેડનું હાર્ટઅટેકથી મોત નિપજ્યું છે. રાઇટર હેડના મોતથી સમગ્ર દાંતા તાલુકાના પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, દિવાળીના પર્વ પહેલાં બનાસકાંઠાના દાંતા તાલુકાના હડાદ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી.

 

દાંતા તાલુકાના હડાદ પોલીસ સ્ટેશનમાં રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ. લલિત સદાભાઇનું ગુરૂવારે રાત્રે હાર્ટઅટેક આવવાના લીધે તેમનું દુઃખદ મોત નિપજ્યું હતું.

 

ત્યારે શુક્રવારે તેમના માદરે વતન સાઢોસીમાં પોલીસ પરિવાર દ્વારા નમ આખોથી અંતિમ ક્રીયા પહેલાં ગાર્ડ ઓફ આપ્યું હતું.

 

હડાદ પોલીસ સ્ટેશનના રાઇટર હેડ લલિત સદાભાઇનું મોત નિપજતાં હડાદ પોલીસ મથક સહીત દાંતા તાલુકાના પોલીસ બેડામાં દુઃખદ શોકની લહેર છવાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!