યુવતી પ્રથમ પતિ અને 2 પુત્રોને છોડી બીજી વખત પ્રેમ લગ્ન કર્યાં હતા
બનાસકાંઠા જીલ્લાની એક યુવતી પ્રથમ પતિ અને 2 બાળકોને મૂકીને તેના પ્રેમી સાથે ઘર માંડયું હતું. જોકે, તે પણ ઓનલાઇન લૂડો ગેમ રમતી વખતે પરપ્રાંતિય યુવતીના પ્રેમમાં પડી દારૂ પી ત્રાસ ગુજારતો હતો.
આથી તેણીએ બનાસકાંઠા 181 અભયમની મદદ લેતાં વ્હારે આવેલી ટીમે ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. એક શહેરમાં રહેતી યુવતીએ પ્રથમ લગ્ન કર્યાં પછી તેના પતિથી 2 પુત્ર જનમ્યા હતા.
જોકે, અન્ય યુવક સાથે આંખ મળી જતાં તેના પ્રેમમાં પડી હતી અને 7 વર્ષ અગાઉ પતિ અને 2 પુત્રોને ત્યજી એક વર્ષ સુધી તેના પ્રેમી સાથે રીલેશનશીપમાં રહી હતી.
જે બાદ પતિએ છૂટાછેડા આપતાં પ્રેમી સાથે લગ્ન કરી ઘર માંડયું હતું. જેને અત્યારે 2 દીકરીઓ છે. જોકે, તેનો બીજો પતિ ઓનલાઇન લૂડો ગેમ રમતો હોઇ ચેટ કરતી વખતે પરપ્રાંતિય યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંને પ્રેમમાં પડયા હતા.
પતિ ઘરે આવી દારૂ પી તેની પત્નીને મારતો હતો. આથી તેણીએ 181 અભયમની મદદ માંગતાં કાઉન્સેલર મહીલા પોલીસ સાથે તેણીના ઘરે ગયા હતા. જ્યાં કાઉન્સિંગ કરી પતિને સમજાવી ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી.
પ્રથમ લગ્ન થયા પછી યુવતીના મોબાઇલ ઉપર યુવકનો રોંગ નંબર આવ્યો હતો. જે પછી બંને વ્યક્તિઓએ વાતચીત શરૂ કરતાં પરિચયમાં આવ્યા હતા અને પ્રેમ થયો હતો. ત્યારબાદ તેણી પતિ અને 2 બાળકોને મૂકી પ્રેમી સાથે ઘર માંડયું હતું.
From-Banaskantha update