ડીસામાં ભારે ટ્રાફીકજામથી 2 કલાક સુધી વાહનચાલકો અટવાયા

- Advertisement -
Share

વારંવાર થતાં ચક્કાજામથી લોકો પરેશાન

 

ડીસામાં દિવાળીના સમયે જ હાર્દસમા એવા સાંઇબાબા મંદિર આગળ વારંવાર ટ્રાફીકજામ થઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

શુક્રવારે પણ બપોરના સમયે જ સતત 2 કલાક સુધી ટ્રાફીકજામ થઇ જતાં અનેક વાહનચાલકો અટવાઇ પડયા હતા.
દિવાળીનો સમય હોવાથી બજારમાં ભીડ વધી જાય છે. ડીસામાં પણ શહેરીજનો ઉપરાંત ગ્રામિણ વિસ્તારમાંથી પણ અનેક લોકો ખરીદી અર્થે આવતાં શહેરમાં ભારે ભીડ ભાડ થાય છે.

 

તેવા સમયે જ સાંઇબાબા મંદિર આગળ વારંવાર ટ્રાફીકજામ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શુક્રવારે પણ બપોરના સમયે અચાનક ટ્રાફીકજામ થઇ જતાં સતત 2 કલાક સુધી વાહનચાલકો અટવાઇ પડયા હતા.
બપોરના સમયે જ ટ્રાફીકજામ થતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સાંઇબાબા મંદિર એ શહેરનો મુખ્ય વિસ્તાર છે અને અહીં ટ્રાફીક પોઇન્ટ હોવા છતાં પણ દિવસમાં 3 થી 4
વાર ટ્રાફીકજામ થઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને જેના કારણે ટ્રાફીક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!