ડીસામાં સગીર યુવતીની છેડતી કરી પરિવારને જાનથી મારીનાખવાની ધમકી આપતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

Share

ડીસાના એક વિસ્તારમાં રહેતી સગીર યુવતીને છેડતી કરી પરિવારને ડીસાના 2 શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા ઉત્તર પોલીસ મથકે આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી 2 શખ્સોને જેલ હવાલે કરાયા.

 

[google_ad]

ડીસા શહેરમાં છેલ્લા 10 દિવસથી ગુનાહિત ઘટનાઓમાં એક બાદ એક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરમાં છેલ્લા દસ દિવસમાં અસામાજિક તત્વો દ્વારા યુવતીઓની છેડતી અને લગ્નની લાલચ આપી ભગાડી જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

 

[google_ad]

ત્યારે વધુ એક ઘટના ડીસામાં બનવા પામી હતી જેમાં ડીસા ખાતે રહેતા રાહુલભાઈ મનોજભાઈ નાણાવટી અને હિતેશ ગોસ્વામી નામના 2 શખ્સોએ ડીસામાં એક સગીર યુવતીના ઘરે જઈ મોબાઇલ નંબરની માગણી કરી હતી જે બાદ સગીર યુવતીની માતાએ નંબર આપવાની ના પાડતા આ બન્ને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા.

 

[google_ad]

જે બાદ યુવતીની માતાએ યુવતીના પિતાને જાણ કરી હતી અને સાંજના સમયે ફરી એકવાર આ બંને શખ્સો સગીર યુવતીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સગીર વયની યુવતી ઘરે એકલી હોઈ તેની એકલતાનો લાભ ઉઠાવી રાહુલ નાણાંવટી સગીર વયની યુવતીના ઘરમાં પ્રવેસીને યુવતીનો હાથ પકડી બળજબરી પૂર્વક છેડતી કરવામાં આવી અને મોબાઈલ નંબર માંગ્યો હતો.

 

[google_ad]

જે બાદ સગીર યુવતીએ રાહુલ નાણાંવટીને ધક્કો મારી ઘરની બહાર દોડી ગઈ હતી સામેથી તેના પિતા આવતા હતા તેમના પાસે જઈ સમગ્ર ઘટનાની જાણ કરતા યુવતીના પિતાએ રાહુલ નાણાંવટીને ઠપકો આપતા રાહુલ નાણાંવટી ઉશ્કેરાઈ જઈ યુવતીના પિતાને ગડદાપાટુનો માર મારવા લાગેલ તેમજ રાહુલ નાણાંવટી સાથે આવેલ હિતેશ ગૌસ્વામી નામના શખ્સએ યુવતીના પિતાના માથાના ભાગે તેમજ હાથના ભાગે છરી વડે હુમલો કરી ઇજા કરેલ તેમજ આ બંને શખ્સો દ્વારા યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ડીસા ઉત્તર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધી જેલ હવાલે કર્યા હતા.

 

 

From – Banaskantha Update


Share