જૂનાડીસામાં એક મકાનમાં કોબ્રા સાપ ઘૂસતાં લોકોમાં અફરા-તફરી સર્જાઇ

Share

ડીસા તાલુકાના જૂનાડીસા ગામના નવાપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં અચાનક કોબ્રા સાપ ઘૂસતાં અફરા-તફરી સર્જાઇ હતી. કોબ્રા સાપ મકાનમાં ઘૂસતાં આજુબાજુના લોકો સાપને નીહાળવા માટે ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે સાપ ઝડપનાર યુવકને બોલાવી ચાર કલાકની જહેમત ઝડપી પાડી સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો.

[google_ad]

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ઠંડકના કારણે અનેક જીવજંતુઓ ખોરાકની શોધમાં બહાર આવતાં હોય છે. ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામના નવાપુરા વિસ્તારમાં રહેતાં રાજુભાઇ છગનભાઇ પુનડીયાના મકાનમાં અચાનક શુક્રવારે ક્યાંકથી કોબ્રા સાપ આવી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

[google_ad]

તેમ છતાં નાગદેવતાને પવિત્ર શ્રાવણ માસમાં દર્શન દેતાં દર્શન કરવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, કેટલાંક સેવાભાવી લોકો અને મકાન માલિકે આ કોબ્રા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવા માટે સાપ ઝડપનાર વિષ્ણુભાઇને બોલાવ્યા હતા.

[google_ad]

ત્યારે સાપ ઝડપનારે પોતાની આગવી સૂઝ અને આવડત વડે ચતુરાઇથી ઝડપી લીધો હતો. આ કોબ્રા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવતાં સ્થાનિક લોકો સહીત મકાન માલિક રાજુભાઇ પુનડીયાના પરિવાર અને આજુબાજુના લોકોએ રાહતનો દમ લીધો હતો. જ્યારે કોબ્રા સાપ ચાર કલાકની ભારે જહેમત બાદ ઝડપી પાડ્યો હતો.

 

From – Banaskantha Update


Share