ડીસાના મોદી પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડતા પિતા-પુત્રીનું કરુણ મોત, 5 ઘાયલ : રોડ પર દયનીય દર્શ્યો સર્જાયા

- Advertisement -
Share

ડીસાના મોદી પરિવારને પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદયપુર ફોરલેન હાઇવે પર કંતાલ ગામ પાસે મારુતિ સુઝુકી સ્વીફ્ટ ગાડીનું આગળનું ટાયર ફાટવાને કારણે કાર અસંતુલિત બનીને નજીકના ખડક સાથે અથડાઈને રોડ પર પલટી જતા અકસ્માત નડ્યો. જેના કારણે કારમાં બેઠેલી માસૂમ બાળકીનું અને તેના પિતાનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. તે જ સમયે કારમાં સવાર અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ચંદ્રલોકમાં રહેતા રવિભાઈ વિજયભાઈ ચોખાવાલા(મોદી) (27), તેમની પત્ની સૈફાલી અને પુત્રી યાનસી ઉમર 2 વર્ષ અને તેમનો મિત્ર અર્પિતભાઈ નિલેશભાઈ (27) ભારતીયા(મોદી), તેમની પત્ની ભાગ્યશ્રી અને દીકરી અંશી(6) અને પુત્ર પરવ સહિત સાત લોકો સ્વીફ્ટ કારમાં ઉદેપુરથી ડીસા જઈ રહ્યા હતા.
File photo of deceased father(Ravi) and daughter(Yanshi)
રવિવારે લગભગ સાંજે સાડા પાંચ વાગે કાંતાલ ગામ પાસે કારનું આગળનું ટાયર ફાટ્યું હતું અને કાર અસંતુલિત થઈને ખડક સાથે અથડાઈ હતી. જે બાદ કાર રોડ પર પલટી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પર મોરસ આઉટપોસ્ટના ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ કિશનલાલ મીના ઘટના સ્થળ પર પહોંચ્યા અને લોકોની મદદથી તમામ ઘાયલોને બહાર કાઢ્યા. આ અકસ્માતમાં 2 વર્ષની બાળકીનું અને તેના પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ટોલ નાકાની એમ્બ્યુલન્સ અને 108 એમ્બ્યુલન્સના ચાલક સુરેન્દ્રસિંહ દેવરા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા, બીજી તરફ પોલીસ સ્ટેશનના એસઆઈ ભંવરલાલ ચૌધરીએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધ્યા હતા.

 

આ અકસ્માતની ઘટનામાં મૃતકના નામ :-
1) રવિકુમાર વિજયકુમાર ચોખાવાલા(મોદી) ઉ.વ.27
2) યાન્શી રવિકુમાર ચોખાવાલા(મોદી) ઉ.વ.2
આ અકસ્માતની ઘટનામાં ઘાયલના નામ :-
1) સૈફાલી રવિકુમાર ચોખાવાલા(મોદી) ઉ.વ.આ.25
2) અર્પીતભાઈ નીલેશભાઈ ભરતીયા(મોદી) ઉ.વ.આ.27
3) ભાગ્યશ્રી અર્પિતભાઈ ભરતીયા(મોદી) ઉ.વ.આ.23
4) અંશી અર્પીતભાઈ ભરતીયા(મોદી) ઉ.વ.6
5) પરવ અર્પીતભાઈ ભરતીયા(મોદી)

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!