જીલ્લામાં રેપ વિથ મર્ડર કેસમાં પ્રથમવાર ફાંસી : ડીસાના હની માળીના કેસમાં આરોપી નીતિનને ફાંસીની સજા

- Advertisement -
Share

ડીસામાં આજે સોળ માસ પહેલા મુકબધીર બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચાર્ય બાદ ગળુ કાપીને બરબરતા પૂર્વક હત્યા કરનાર નીતિન માળીને ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટે ફાંસીની સજા આપી છે. બનાસકાંઠામાં દુષ્કર્મના ગુન્હામાં આ પ્રથમ ફાંસીની સજા જિલ્લામાં સંભળાવવામાં આવી છે.

ડીસાની બીજી એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના ગુન્હામાં કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડીસામાં 16 ઓક્ટોબર 2020ના રોજ નીતિન માળી નામના શખ્સે તેના સગા મામાની મુકબધીર દીકરીને તેના જ મામાના ઘરે રસોડામાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
માણસના વેસમાં હેવાન નીતિન
બાદ આ 11 વર્ષીય મુકબધીર બાળકી દ્વારા તેની કરતૂતો જાહેર ન કરવામાં આવે તેને પગલે આરોપી નીતિન માળીએ આ મુકબધીર બાળાનું અપહરણ કરીને બાળકીને તેના ઘરેથી લઈ ડીસાના ભાખર ગામની સીમમાં લઇ ગયો હતો. બાદમાં મુક બધિર બાળકીનું ગળુ કાપી નિર્મય હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
શહેરીજનોએ ભેગા મળીને ડીસાની દીકરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
આરોપી સામે પોસ્કો 376, 302 મુજબનો ગુનો નોંધાયો હતો. મુકબધિર બાળકીને સાચો ન્યાય મળે જેથી સમગ્ર ડીસા શહેરમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતા. બુક બધિર બાળકીને સાચો ન્યાય મળે જેથી સ્થાનિક લોકો તેમજ મુકબધીર બાળકીના પરિવારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો હતો. જે બાદ પરિવારજનોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.
આરોપી નીતિનની ધરપકડ કરતી પોલીસ
તેમજ મુક બધિર બાળકીના શિક્ષક તેમજ તેની સાથે અભ્યાસ કરતી મુક બધીર બાળકીઓ ડીસા કોર્ટ રોડ પર આજે મુક બધિર બાળકીને ન્યાય મળે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથેના બેનરો લગાવ્યા હતા. આજે બુક બધિર બાળકીના ચુકાદામાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સી.જી રાજપૂતની દલીલોના આધારે માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે કેસ ચલાવી આરોપીને ફાંસીની સજાની દલીલો કરતા ડીસા એ.ડી સેસન્સ જજ બી.જી દવેએ આરોપી નીતિન માળીને ફાંસીની સજા ફટકારી.

હની માળીના શિક્ષિકાએ આરોપીને ફાંસીની સજા મળ્યા બાદ ખુશી વ્કય્ત કરી કાનુનનો આભાર માન્યો.

 

આરોપી નીતિન માળીને આજે ડીસા કૉર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારતા મુક બધિર બાળકીના પરિવારમાં ખુશી જોવા મળી હતી અને મુક બધિર બાળકીને સાચો ન્યાય મળ્યો હતો. તેવું મુક બધિર બાળકીના પરિવારવા તેમજ તેના શિક્ષકે જણાવ્યું હતું.
From – Banaskantha Update

Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!