ધાનેરા નજીક બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપ્યો : એક શખ્સ ફરાર

- Advertisement -
Share

પોલીસે વિદેશી દારૂ બોટલ નંગ-1088 કિંમત રૂ.1,43,930 અને રૂ. 3,00,000 ની કાર જપ્ત કરી

 

ધાનેરા રાજસ્થાનની સરહદને અડીને આવેલ તાલુકા મથક હોઇ મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે.

જે બાબતે પાલનપુર એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે ધાખા-સાંકડ માર્ગ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી સ્વીફટ કાર આવતાં રોકાવી ચેક કરતાં અંદરથી વિદેશી દારૂ બોટલ નંગ-1088 કિંમત

 

રૂ.1,43,930 અને રૂ. 3,00,000 ની કાર સાથે આરોપી બુધારામ હરીરામ વિશ્નોઇ (રહે. કરવાડા, તા. રાણીવાડા)ને ઝડપી પાડયો હતો. જ્યારે વાહન ચાલક લીલારામ લસારામ રબારી (રહે. ટીટોય, તા. સાંચોર, રાજસ્થાન) નાસી છૂટ્યો હતો.
જ્યારે બંને શખ્સો રાજસ્થાનના ઠેકા ઉપરથી માલ ભરાવનાર સામે ધાનેરા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!