ડીસાની પ્રાથમિક શાળા આગળ ગંદકીના ઢગથી બાળકોનું જીવન જોખમમાં મૂકાયું

- Advertisement -
Share

ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ

 

ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકા તંત્રની સામે સ્વચ્છતા માટે પણ અનેક સવાલો ઉભા થયા છે.

ડીસા શહેરના મધ્યમાં આવેલ ચી.હં. દોશી પ્રાથમિક શાળાની આગળ ગંદકીના ઢગ સર્જાતા ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટે તેવી દહેશત વર્તાઇ રહી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં નગરપાલિકાએ ભાજપ શાસિત નગરપાલિકા છે અને સ્વચ્છતા માટે ડીસા નગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ પણ મળેલો છે પરંતુ સ્વચ્છતાને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.

કારણ કે ચોમાસાની ઋતુની શરૂઆત થઇ છે અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યુ છે. ત્યારે બીજી તરફ ચોમાસાના સમયમાં ડીસા શહેરના જાહેર માર્ગો પર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.

 

જેથી કહી શકાય કે, નગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ કઇ રીતે મળ્યો તે પણ મોટો સવાલ ઉભો થવા પામ્યો છે.

 

કારણ કે, ડીસા શહેરના મધ્ય ભાગમાં આવેલ ચી.હં. દોશી પ્રાથમિક શાળાની આગળ જ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા.

 

ચોમાસાની ઋતુમાં આરોગ્ય વિભાગ પણ મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે પ્રયાસ હાથ ધર્યાં હતા. ત્યારે બીજી તરફ ચી.હં. દોશી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં નાના બાળકોનું જીવન પણ જોખમમાં મૂકાયું છે.
કેમ કે હાલ ચોમાસુ ચાલી રહ્યું છે અને પ્રાથમિક શાળાની આગળ જો આવી રીતે ગંદકીના ઢગ જોવા મળે તો ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઇ રહી છે.
જેથી નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળાની આગળ ગંદકીના ઢગ દૂર કરે તો આવનારા સમયમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળતાં અટકાવી શકાય તેમ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!