ધાનેરાના નેનાવા ગામમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કેસોમાં ધડખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની ચેન તોડવા માટે તંત્રની સાથે સાથે લોકો પણ પ્રયત્નો કરી રહ્યા છે.

જે અંતર્ગત બનાસકાંઠામાં રાજસ્થાન સરહદ પર આવેલા નેનાવા(nenava) ગામના લોકોએ 10 દિવશ સ્વયંભૂ બંધ પાળવાનો મોટો નિર્ણય લીધો છે.

બનાસકાંઠા જિલ્લામાં એક્ટિવ કેસ 500 સુધી  છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ મજબૂત પગ પેસારો કર્યો છે. જેમાં સરહદી વિસ્તાર ધરાવતા ધાનેરા(Dhanera) તાલુકાના નેનવા ગામના આગેવાનો એકત્રિત થઇ વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

નિયમનો ભંગ કરશે તો દંડ કરાશે

નેનાવા ગામમાં સવારે 7 થી 11 વાગ્યાના સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાન ખુલ્લી રાખવાની પરમીશન આપવામાં આવી છે.

આ સિવાય તમામ લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તેને 500 રૂપિયાનો દંડ ફટકારવાનો ગામના આગેવાનો અને સરપંચ વતી આદેશ કરાયો છે.

જ્યારે આરોગ્ય વિભાગ તરફથી પણ આ ગામમાં વધુમાં વધુ લોકોનો ટેસ્ટ કરી રસીકરણ ની કરવામાં આવી રહ્યું છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!