ફિલિપાઈન્સમાં 85 લોકોને લઈને જઈ રહેલુ મિલેટ્રીનું પ્લેન રવિવારે ક્રેશ થઈ ગયું છે. ત્યાંના આર્મીના ચીફ જનરલ સિરિલીટો સોબેજાનાએ જણાવ્યું કે સળગતા સી-130 પ્લેનમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે પ્લેન સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ પર લેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું.
[google_ad]
[google_ad]
સોબેેજાનાએ જણાવ્યું કે રાહત અને બચાવ દળના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોને નુકસાન પહોંચે. પ્લેનમાં જઈ રહેલા લોકોએ તાજેતરમાં જ બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ લીધી હતી.
[google_ad]
આ લોકોને આતંકીઓ પર નજર રાખવા માટે જાણીતા આઈલેન્ડ્સ પર તહેનાત કરવાના હતા. ફિલિપાઈન્સના આ આઈલેન્ડ્સ પર મુસ્લિમ વસ્તી વધુ છે. અહીં ખંડણી માટે કોઈનું પણ અપહરણ કરવામાં આવે છે, આ કારણે અહીં મોટી સંખ્યામાં જવાનોને તહેનાત રાખવામાં આવે છે.
From – Banaskantha update