પ્રકાશ જાવડેકરે સુપરસ્ટાર રજનીકાંતને લઇને કરી મોટી જાહેરાત :

- Advertisement -
Share

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ ગુરૂવારના રોજ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડની જાહેરાત કરી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને 51મા દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ થી સમ્માનિત કરાશે.

પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને ખુશી છે કે દેશના તમામ ભાગોમાંથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમય સમય પર દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ મળ્યો છે. આ વર્ષનો દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ મહાન નાયક રજનીકાંતને જાહેર કરતાં અમને ખૂબ જ ખુશી થાય છે. રજનીકાંત છેલ્લાં પાંચ દાયકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન કરાવી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ ઍવૉર્ડ આપ્યાનો નિર્ણય લીધો છે.

રજનીકાંતે પોતાની પ્રતિભા, મહેનત, અને લગનથી આ સ્થાન લોકોના દિલમાં જમાવી લીધું છે. આ તેમનું યોગ્ય ગૌરવ છે. દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દાદા સાહેબ ફાળકે એ પહેલી ફિલ્મ 1913મા રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી. તો એ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બાદ આ પહેલું ચિત્રપટ કહેવાયું અને દાદા સાહેબ ફાળકેના મૃત્યુ બાદ આ ઍવૉર્ડ તેમના નામથી અપાયો અને આજ સુધીમાં 50 વખત આ ઍવૉર્ડ અપાયો છે.

આ વર્ષે આ સિલેકશન જ્યુરીએ કર્યું છે. આ જ્યુરીમાં આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ધાઇ આ પાંચેય જ્યુરીએ બેઠક કરીને એક મતથી મહાનાયક રજનીકાંતને દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ આપવાની ભલામણ કરી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!