અમીરગઢ પોલસની કડક કાર્યવાહીથી રુપિયા 1.38 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોવાથી છાસવારે દારૂની હેરફેર કરતાં બુટલેગરો પોલીસના હાથે ઝડપાતા હોય છે. પોલીસની લાલ આંખના કારણે બુટલેગરો બોર્ડરથી દારુ રાજ્યાં ઘુસાડવા નવા નવા કિમીયા કરતાં હોય છે.

 

 

જ્યારે ગઇકાલે મોડી સાંજે પોલીસે અમીરગઢના આવલ ઘૂમતી પાસે રુપિયા 1 લાખ 9600 કિંમતની 290 બોટલ વિદેશી દારૂ અને આવલ ડાભલાં પાસેથી રુપિયા 29300 હજારની કિંમતનો 269 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો.

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદી વિસ્તાર ધરાવતો હોવાથી જિલ્લા પોલીસ વડાએ દારૂની હેરાફેરી કરતા તસ્કરો સામે લાલ આંખ કરતા બુટલેગરો તોબા પોકારી ઉઠ્યાં છે. જેથી હવે તે નવા કિમીયા અપનાવી ચેકપોસ્ટનું રિસ્ક ના લેતા ચોર રસ્તાઓથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ જતા હોય છે. જેથી પોલીસે આ દિશામાં પણ કડક વલણ અપનાવ્યું છે.

ગત રાત્રીના આઠેક વાગ્યાના સમયે અમીરગઢના આવેલ ઘૂમતી પાસે વિદેશી દારૂ ભરીને જતી કરને પોલીસે રોકીને તપાસ કરતાં તેમાથી રુપિયા 1 લાખ 9600 કિંમતની 290 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે આવલ ડભેલા ચાર રસ્તા પરથી પણ એક કાર વિદેશી દારૂ ભરીને જતી હોવાની બાતમીના આધારે પોલીસે તેને પણ ઝડપી પાડી હતી.

જેમાંથી રુપિયા 29,300 કિંમતનો 269 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આ બંને કાર્યવાહીમાં બુટલેગરો પોલીસને ચકમો આપી ભાગી જવામાં સફળ થયાં હતા. આમ પોલીસે કડક કાર્યવાહી કરીને રુપિયા 1 લાખ 38 હજાર થી વધુનો કુલ 559 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!