પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી પશુ ભરેલ ટ્રક ઝડપાઈ

Share

રાજસ્થાનથી પાડા ભરીને અમદાવાદ કતલખાને લઈ જઈ રહ્યા છે.તેવી જીવદયા પ્રેમીઓને માહિતી મળતા જીવદયા પ્રેમીઓએ પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી પાડા ભરેલ ટ્રકને ઝડપી પાલનપુર પોલીસ મથકે સોંપી પોલીસે પશુઓની હેરાફેરી કરતાં ટ્રક ચાલક તેમજ ક્લીનર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

[google_ad]

બનાસકાંઠા જીલ્લોએ રાજસ્થાનની બોર્ડર અડીને આવેલો જીલ્લો છે. અને રાજસ્થાનમાંથી અનેકવાર પશુઓને મોટા પ્રમાણમાં કતલખાને લઈ જવાતાં હોવાની ઘટના સામે આવે છે. ત્યારે ગત મોડીરાત્રે રાજસ્થાનના આબુ રોડ હાઇવેથી પાલનપુર તરફ એક ટ્રક નંબર RJ-19-GD-3567 માં નાના મોટા પાડા ભરી કતલખાને લઇ જવાતા હોવાની જીવદયા પ્રેમી હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયાને બાતમી મળતાં હિમાલયકુમાર આબુ હાઇવે પર વોચ ગોઠવી તે દરમિયાન RJ-19-GD-3567 નંબર વાળી ટ્રક પાલનપુર તરફ જતી હોઈ તેનો પીછો કર્યો હતો.

[google_ad]

હિમાલયકુમાર માલોસણીયાએ પાલનપુર કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જે બાદ પશુ ભરેલી ટ્રક એરોમાં સર્કલ પાસે ટ્રાફિક હોવાથી ધીમી પડેલ જે બાદ RJ-19-GD-3567 નંબરની ટ્રકને સાઈડમાં કરાવેલ જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગયેલ અને ટ્રકમાં જોતાં નાના-મોટા 27 જેટલાં પાડા કુરતાપૂર્વક ટ્રકમાં પાણીની અને ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવે ન હતી.

[google_ad]

જે બાદ ટ્રક ચાલક તેમજ ક્લીનરને ટ્રકમાંથી નીચે ઉતારી પશુઓની હેરાફેરી બાબતે પાસ પરમીટ માંગતા તેમની જોડે કઈ પણ પાસપરમીટ ન હોવાનું જણાવેલ તેમજ ટ્રક ચાલકનું નામ પૂછતાં શાહરૂખ મેરાબખાન મુસલા (રહે.રેવદર, તા.રેવદર, જી.શિરોહી) (રાજસ્થાન) ક્લીનરનું નામ પૂછતાં દિનેશભાઇ ભેરારામ કોળી (રહે.રેવદર, તા.રેવદર, જી.શિરોહી) (રાજસ્થાન )જણાવેલ જે બાદ ટ્રકમાં પશુ ક્યાંથી ભરી લાવ્યા તેમજ ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે.

[google_ad]

Advt

ત્યારે તેમને જણાવેલ કે રાજસ્થાનના રેવદર ખાતેથી ભરેલ અને અમદાવાદના જમાલપુર કતલખાને ખાતે લઈ જવાનું જણાવેલ જે બાદ પશુ ભરેલ ટ્રક અને ટ્રક ચાલક તેમજ ક્લીનરને પાલનપુર પશ્ચિમ પોલીસ લઇ ગયેલ જે બાદ હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયાએ ટ્રક ચાલક શાહરૂખ મેરાબખાન મુસલા (રહે.રેવદર, તા.રેવદર, જી.શિરોહી) (રાજસ્થાન) ક્લીનર દિનેશભાઇ ભેરારામ કોળી (રહે.રેવદર, તા.રેવદર, જી.શિરોહી) (રાજસ્થાન ) વાળા પશુઓને કુરતાપૂર્વક ટ્રકમાં પાણી કે ઘાસચારા કોઈ સગવડ કરેલ નહી.

[google_ad]

 

તેમજ તે તમામ 27 પશુઓને કતલખાને લઈ જતાં હતા. તે બાબતે આ બે વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. તેમજ પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share