“ડ્રોપઆઉટ કે ધોરણ-9માં પ્રવેશપાત્ર દિકરીઓના શાળામાં પુનઃપ્રવેશ માટે ઝુંબેશ સ્વરૂપ કામગીરી કરીએ” – કલેકટર આનંદ પટેલ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી અભ્યાસ છોડી દીધેલ દિકરીઓનું પુનઃનામાંકન થાય અને શિક્ષણના મૂળ પ્રવાહમાં આવરી લેવામાં આવે તે માટે કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

[google_ad]

 

 

આ બેઠકમાં કલેકટર આનંદ પટેલ દ્વારા ટીમ એજયુકેશન બનાસકાંઠાને શિક્ષણના પવિત્ર કાર્યમાં યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સમાજનો સૌથી વધુ ભરોસો શિક્ષકો પર હોય છે.

[google_ad]

 

તેમણે કહ્યું કે, શાળા છોડી દીધેલ દિકરીઓના વાલીને શિક્ષક દ્વારા દિકરીના અભ્યાસ બાબતે સમજાવવામાં આવે તો સમાજની મોટી સેવા થઇ શકે છે, એક દિકરીનું ભણતર ત્રણ પરિવાર માટે તારણહાર હોય છે.

[google_ad]

 

કલેકટરએ કહ્યું કે, ડ્રોપઆઉટ કે ધોરણ-9માં પ્રવેશ મેળવવા પાત્ર દિકરીઓની યાદી બનાવી સંબંધિત શાળાઓને આપી દિકરીઓના શાળામાં પુનઃપ્રવેશ માટે ઝુંબેશ સ્વરૂપ કામગીરી કરીએ.

 

[google_ad]

 

બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, દિકરીઓના ભણતર બાબતે સમાજની માનસિકતા બદલવા માટે શિક્ષકોએ કાર્ય કરવું પડશે એ હાલના સમયની માંગ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક/આચાર્ય સંગઠનના હોદ્દેદારો દ્વારા આ કામગીરીમાં પુરતો સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

[google_ad]

 

આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!