થરાદ-સાંચોર હાઇવે પર ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

વાહનોની કતારો લાગતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા

 

થરાદ-સાંચોર હાઇવે પર મોડી સાંજે ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે પર પસાર થતાં નાના-મોટા વાહનોની કતારો લાગતાં હાઇવે પર ટ્રાફીક સમસ્યા સર્જાઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, સિક્સ લાઇન કામગીરી ચાલતી હોવાથી હાઇવે પર અવર-જવર થઇ રહેલાં વાહનો માટે મુસીબત ઉભી થઇ છે.

જેમાં મોડી સાંજે રાજસ્થાનના સાંચોર તરફથી થરાદ તરફ જતી જાણદી ગામના પાટીયા નજીક હાઇવે પર પસાર થઇ રહેલી મોટી ટ્રકના પાછળના ભાગે સ્કોર્પિયો ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં સ્કોર્પિયો ગાડીને આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું. જેમાં ગાડીમાં સવાર લોકોને સદ્દનસીબે કોઇપણ પ્રકારની જાનહાની થઇ ન હતી.

પરંતુ બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફીક સર્જાયું હતું. જેમાં ધીમી ગતિએ એક સાઇડથી વાહન ચાલકોએ પોતાના વાહનો પસાર કરતાં થોડો સમય બાદ વાહનોની અવર-જવર શરૂ થઇ ગઇ હતી.

સ્કોર્પિયો ગાડીના ચાલકની બેદરકારીના કારણે આગળ જતી ટ્રકના પાછળના ભાગે ગાડી ઘૂસી જતાં એન્જીનના ભાગે ગાડીને નુકશાન થવા પામ્યું હતું.
જેમાં આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન થયેલ નહીં હોવાના કારણે સ્કોર્પિયો ગાડીના ચાલકે પોલીસ કેસ કરવાનું ટાળી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરાઇ છે. તેવું સ્કોર્પિયો ગાડી તરફથી જાણવા મળી રહ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!