નરેન્દ્ર મોદીએ વાયરલ વીડિયોને લઈ બદરૂદ્દીનને બરાબરના ઘેર્યા, રાહુલને આપ્યો સણસણતો જવાબ

- Advertisement -
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસમના કોકરાઝારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આ રાજ્યની જનતાને પાણી, વીજળી, ગેસ અને સડક જેવી મૂળભૂત સમસ્યા માટે તરસાવી દીધા હતા. પીએમ મોદીએ કહ્યું કે એવી કોઈ જનજાતિ નથી જેની સાથે કોંગ્રેસે છેતરપિંડી ન કરી હોય. પીએમ મોદીએ આ સભામાં બદરૂદ્દીન અજમલ દ્વારા ગમોસાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પીએમ મોદીએ બદરૂદ્દીન અજમલને બરાબરના ઘેરતા કહ્યું હતું કે, અસમે કાલે જ જોયું કે, કેવી રીતે અસમની ઓળખ, અસમની બહેનોના શ્રમના પ્રતીક, ગમોસાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. અસમને પ્રેમ કરનાર દરેક વ્યક્તિ આ તસવીરો જોઈ ખુબ જ દુ:ખી અને ગુસ્સામાં છે. આ અપમાનની સજા કોંગ્રેસને તો મળશે જ પણ આખા મહાજુઠને મળશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે અહિયાં ચાના બગીચામાં કામ કરનારા કાર્યકર્તાઓની સાથે મહિલાઓના વિકાસ માટે ખૂબ કામ કર્યું છે. તેમણે કહ્યું કે આસામના લોકોએ કોંગ્રેસના મહાજૂઠથી બચવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે એવી કોઈ જનજાતિ નથી જેની સાથે કોંગ્રેસે છેતરપિંડી ન કરી હોય. કોંગ્રેસે વિશ્વાસઘાત ન કર્યો હોય. કોંગ્રેસે અસમને બોમ્બ, બંદૂકના રસ્તે ચાલતુ કરી દીધું.

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, અહિયાંના યુવાનોને ફૂટબોલ ખૂબ જ પસંદ છે. જો તેની જ ભાષામાં કહું તો લોકોએ આ વખતે કોંગ્રેસને રેડ કાર્ડ બતાવી દેવાનું કામ કર્યું છે. રાજ્યમાં વિકાસ, શાંતિ અને સુરક્ષા માટે લોકોને NDA પર પૂરો વિશ્વાસ છે. પીએમ મોદીએ રાહુલ ગાંધીને પણ સણસણતો જવાબ આપતા કહ્યું હતુ કે, મહાજુઠને મહાજુઠની સજા મળશે. જાહેર છે કે, રાહુલ ગાંધીએ 2 દિવસ પહેલા જ પીએમ મોદીને જુઠ્ઠા કહ્યાં હતાં.

પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે ટી ગાર્ડનમાં કરનારા સાથીઓનો ક્યારેય ભાવ જ નથી પુછ્યો. આ NDAની જ સરકાર છે જેણે ટી ગાર્ડન્સમાં કામ કરનારા મજુર ભાઈઓ-બહેનોની દરેક પ્રકારની ચિંતાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે તો આપણા સત્રો, આપણા નામઘરોને કબ્જાખોરોના હવાલે કરી દીધા, પરંતુ એનડીએ સરકારે તેને મુક્ત કરાવ્યા. પીએમ મોદીએ આકરા પ્રહારો યથાવત રાખતા કહ્યું હતું કે, કોંગ્રેસે બરાક, બ્રહ્મપુત્ર, પહાડ, મેદાન સૌકોઈને ભડકાવ્યા.

પીએમ મોદીએ કહ્યું કે ભાજપે બોડોલેન્ડની સંસ્કૃતિ અને ઓળખને સાચવી રાખવા માટે પ્રયાસ કર્યા છે. આ અમારી ફરજ છે અને અમે કામમાં લાગેલા જ રહીશું. છેલ્લા પાંચ વર્ષમાં અસમમાં ખૂબ જ તેજી સાથે વિકાસ થયો છે અને તે જ રીતે આગામી સરકારમાં પણ ડબલ એન્જિનની સરકાર પ્રદેશને આગળ લઈ જવા માટે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, આજે અસમમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે 39 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. અસમની સાથો સાથ પશ્ચિમ બંગાળમાં પણ બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!