સુરત વહેલી સવારે ગેસનાં સિલેન્ડર ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ, સ્કૂલ બસ અને રિક્ષા બળીને ખાખ

- Advertisement -
Share

ઓલપાડના માસમા રોડ ખાતે આજે ગુરૂવારે સવારે 6.30 વાગ્યે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી હતી.

આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસની બોટલ ધડાકાભેર ફાટવા લાગી હતી. ટ્રકની આગની ચપેટમાં રોડના ડિવાઈડરની બીજી બાજુથી પસાર થતી સ્કૂલ બસ સહિતના ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી. પ્રચંડ ધડાતા સાથે સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.બોમ્બ બ્લાસ્ટ જેવા અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. આગની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.દુર્ઘટના બાદ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં થઈ ગયાં હતાં. આગના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છે.જો કે, સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિના થઈ નથી.

કેબિનમાંથી આગ લાગી-પ્રત્યક્ષદર્શી

સાવર રાયકા (ઘટનાને નજરે જોનાર)એ જણાવ્યું હતું કે, ગેસના સિલિન્ડર ભરેલી ટ્રકના કેબિનમાં સૌ પ્રથમ આગ લાગી હતી. બાદમાં બસ સાથે સિમેન્ટ ભરેલા આઇસર ટ્રકનો એક્સિડન્ટ થયો હતો અને તેની પાછળ આવતી રિક્ષા પર ગેસની બોટલ પડતાં તેનું હૂડ સળગી ગયું હતું. આગ જોત જોતામાં જ પ્રચંડ બની ગઈ હતી અને સિલેન્ડરમાં બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ગેસ બોટલ બ્લાસ્ટ સાથે હવામાં ઉછળી રહ્યા હતા અને અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ગામના લોકો પણ ભયના મારે રોડ પર દોડી આવ્યા હતા.

સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રોડ પર ડિવાઈડરની સામે બાજુથી પસાર થતી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ પ્રચંડ આગની જ્વાળાઓમાં આવી ગઈ હતી. જો કે, તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સિમેન્ટ ભરેલી આઈસર ટેમ્પો ટ્રક બસ સાથે અથડાઈ હતી.

ચાર વાહનોને નુકસાન

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ રેડિયન્ટ સ્કૂલની બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બાદમાં સ્કૂલ બસની સાથે સિમેન્ટ ભરેલો ટેમ્પો અથડાયો હતો. ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થઈને એક ઓટો રીક્ષા પર પડ્યાં હતાં. જેથી ઓટો રિક્ષાનું ઉપરનું હૂડ બળીને ખાક થઈ ગયું હતું.

રોડને વાહનવ્યવહાર માટે બંધ કરાયો

ટ્રકમાં લાગેલી ભયાવહ આગના પગલે વાહનવ્યવહાર માટે રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટના વખતે એકલ દોકલ વાહનો જ રસ્તા પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ઉભો થયો નહોતો. આગ પર કાબૂ મેળવાયા બાદ કૂલિંગ કામગીરીના અંતે રસ્તાને ફરી ખોલવામાં આવ્યો હતો.

લોકો દોડી આવ્યાં

આગની દુર્ઘટનાની જાણ થતાં જ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આસપાસના ગામમાંથી લોકો પણ દોડી આવ્યાં હતાં. ઓલપાડ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ગોઠવાઈ ગયો હતો.

FSLની ટીમ ઘટનાસ્થળે બોલાવાઈ
ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે તપાસ માટે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ વિસ્તારમાં ગેસ રિફલિંગનો વેપલો ચાલતો હોવાથી કદાચ કોઈ બોટલમાંથી ગેસ કાઢ્યાં બાદ બોટલ લિકેઝ રહી ગઈ હોય અને તેના કારણે પણ પ્રચંડ આગ લાગી હોવાનું અનૂમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં હોવાથી એફએસએલની તપાસમાં આગ લાગવાનું કારણ મળી શકે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!