બનાસકાંઠામાં કૂવા અને બોરવેલ ફેઇલ થયેલા તેને રીચાર્જ કરવા ખેડૂતોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

કૂવા અને બોરવેલ ફેઇલ થઇ ગયા છે તેને રીચાર્જ કરવા માટે સરકાર રાષ્ટ્રીય નરેગા યોજનામાં સમાવેશ કરવા રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના ખેડૂતોની માંગ

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી પાણીની સમસ્યા ઉભી થઇ ગઇ છે અને જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં પાણી ભૂગર્ભ તળ ખૂટી ગયા છે. જેથી ખેતી કરતાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી અને દયનીય બની ગઇ છે. મંગળવારે બનાસકાંઠા જીલ્લામાં આજે ખેતી વાત છોડી દઇએ તો પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઇ ગઇ છે. ખેતીવાડી અને પશુઓની સાથે પોતાના પરિવારને કઇ રીતે જીવાડવા તે ખેડૂતો માટે મોટો પડકાર બની ગયો છે. જેથી ખેતી છોડી હીજરત કરવાનો સમય પાકી ગયો છે. કારણ કે, એક હજાર કરતાં વધુ ફૂટનો બોરવેલ બનાવવા છતાં પાણી મળતું નથી અને ખેડૂતો પાણી માટે વારંવાર બોરવેલ બનાવવાથી ખેડૂતોની આર્થિક કમ્મર તૂટી ગઇ છે. ખેડૂતો પાયમાલ થઇ ગયા છે અને હતાશા કોરી ખાય છે.

 

 

પરંતુ એકબાજુ કોરોના બીજીબાજુ પાણીની સમસ્યા સર્જાઇ છે. જેથી ખેડૂતોએ જવું તો કયાં જવું તે મોટો સવાલ ઉભો થયો છે. જેથી ખેડૂતોને મદદરૂપ થવા રાષ્ટ્રીય કિસાન સંગઠન-બનાસકાંઠા મેદાનમાં આવ્યું છે અને જેથી જે કૂવા અને બોરવેલ ફેલ થયા છે. તેવા કૂવા અને બોરવેલને ચોમાસુ સમય ખેતરમાં પાણી નાખી રીચાર્જ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂતોને ખર્ચ કરવાની સ્થિતિમાં નથી. જેથી મંગળવારે બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવેલ છે કે, જ્યારે બનાસકાંઠા જીલ્લામાં પાણીની સમસ્યા છે અને નહેરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખેડૂતો દ્વારા ચોમાસામાં પાણી રીચાર્જ કરી પાણીના તળનું લેવલ નીચું જતું અટકાવી શકાય તેમ છે પરંતુ ખર્ચ વધુ થવાથી ખેડૂતો તે કામ કરી શકતા નથી.

 

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંગઠનના ભરતભાઇ કરેણે જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા એસ.સી., એસ.ટી. તેમજ નાના અને સીમાંત ખેડૂતોને રાષ્ટ્રીય નરેગા યોજનાનો લાભ આપવામાં આવે છે. તો અન્ય ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે અને સરકાર નરેગા યોજનામાં સમાવેશ કરવામાં આવે તો તમામ ખેડૂતો નરેગા યોજના થકી ફેઇલ થઇ ગયેલ કૂવા અને બોરવેલને ચોમાસુ સમય ખેતરમાં પાણી નાખી રીચાર્જ કરી પાણીના તળનું લેવલ નીચું જતું બચાવી પાણી સંગ્રહ કરી શકાય તેમ છે. બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી છે. ચોમાસુ સમય પાણી રીચાર્જ કરવા નરેગા યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.’

 

 

આ અંગે જીલ્લા પ્રમુખ વી.કે. કાગે જણાવ્યું હતું કે, ‘પાણી બચાવવા માટે કૂવા અને બોરવેલ રીચાર્જ કરવા જરૂરી છે અને તેના થકી ભૂગર્ભના પાણીના તળ લેવલ નીચું જતું બચાવી શકાશે. અન્યથા આવનારા દિવસોમાં પાણીના ટીપા માટે વલખાં મારવાનો સમય દૂર નથી. જેથી સરકાર ખેડૂતોને આર્થિક મદદરૂપ થઇ ફેલ કૂવા અને બોરવેલ રીચાર્જ કરવા નરેગા યોજના થકી લાભ આપવામાં આવે તેવી માંગણી કરાઇ છે.’

 

આ પ્રસંગે બનાસકાંઠા જીલ્લા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠનના વી.કે. કાગ, જીલ્લા મહામંત્રી ભરતભાઇ કેણ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઇ ખાગડા, પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઇ તરક, પાલનપુર તાલુકા પ્રમુખ ગુલાબસિંહ પરમાર અને દાંતા યુવા પ્રમુખ પ્રદીપસિંહ દિયોલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહી અને કોરોના વિશ્વ મહામારીને ધ્યાનમાં રાખી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!