બનાસકાંઠામાં હવામાનની આગાહીના પગલે તંત્રએ અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ ફરમાવ્યો

Share

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જીલ્લા અધિક નિવાસી કલેક્ટરે જીલ્લાના તમામ અધિકારીઓને ચાર દિવસ દરમિયાન હેડ ક્વાર્ટર ન છોડવા અને વરસાદને લઇ એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે.

[google_ad]

ભારતીય મોસમ વિભાગ તરફથી આગામી તા. 12 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં પણ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, જેને લઈ જીલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લા અધિક નિવાસી કલેક્ટર એ.ટી. પટેલે પણ ગુરુવારે તમામ અધિકારીઓને વરસાદને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, લાયસન અધિકારી સહિત તમામ અધિકારીઓએ આગામી 12 તારીખ સુધી હેડ ક્વાર્ટર ન છોડવા માટેની પણ તાકીદ કરાઈ છે. સાથે સાથે ઓફિસમાં પૂરતો સ્ટાફ રાખવો અને કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલીક તેને રિપોર્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગુરૂવારે વહેલી સવારથી જીલ્લાના અનેક તાલુકામાં વરસાદના ઝાપટા પડી રહ્યાં છે. જીલ્લામાં લાંબા સમય બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

[google_ad]

 

જીલ્લામાં સીઝનનો એવરેજ 39.18 ટકા વરસાદ નોંધાયો છે. જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં તાલુકા પ્રમાણે વરસાદના આંકડા જોઈએ તો કાંકરેજમાં 53 મી.મી, ડીસામાં 15 મી.મી, થરાદમાં 04 મી.મી, દાંતામાં 02 મી.મી, દાંતીવાડામાં 04 મી.મી, દિયોદરમાં 81 મી.મી, ધાનેરામાં 03 મી.મી, પાલનપુરમાં 03 મી.મી, ભાભરમાં 69 મી.મી, લાખણીમાં 55 મી.મી, વડગામમાં 05 મી.મી, વાવમાં 16 મી.મી વરસાદ વરસ્યો છે. જીલ્લાના ડેમો તળાવો, ચેકડેમો સુખા ભઠ્ઠ જોવા મળતાં શિયાળુ તેમજ ઉનાળુ ખેતીને લઈ ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.

[google_ad]

 

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ભારે વરસાદના પગલે પાટણ શહેરના બંને ગરનાળામાં પાણી ભરાઈ જતા રસ્તા બંધ થઇ ગયા હતા. જેના કારણે યુનિવર્સિટી રોડથી પાલિકા બજાર રોડ પર ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોની લાઈનો લાગી હતી

 

From – Banaskantha Update


Share