પાલનપુરની યુવતીનું ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી તેની બહેનપણીઓ સાથે ચેટ કરતાં શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

દીકરીના નામે ફેક આઇડી બનાવી તેની બહેનપણીઓની સાથે ચેટ કરી હેરાન કરતો હોવાનું બહાર આવ્યું

 

પાલનપુરની યુવતીનું ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી તેની બહેનપણીઓ સાથે વાહીયાત ચેટ કરી સાયબર ક્રાઇમ આચરનાર શખ્સ સામે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઇ પરણાવેલી યુવતી પાલનપુર પોતાના પિયર આવી હતી. જ્યાં મળેલી તેની બહેનપણીએ તેણીને કહ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ ઉપર તું કેમ આવી વાહીયાત ચેટ કરે છે.
આથી યુવતીએ તપાસ કરાવતા પોતાના નામનું ફેક આઇડી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેણીએ તેના પિતાને વાત કરતાં તેમણે તપાસ કરાવી હતી.

 

જેમાં પાલનપુર નગરચીવાસમાં રહેતો મહંમદવસીમ મહંમદહનીફ પઠાણ પોતાની દીકરીના નામે ફેક આઇડી બનાવી તેની બહેનપણીઓની સાથે ચેટ કરી હેરાન કરતો હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે તેમણે બનાસકાંઠા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મહંમદવસીમ પઠાણની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

દિયોદરની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતાં બીઇ ઇલેક્ટ્રીક એન્જીનિયર વિપુલકુમાર દેવચંદભાઇ જોષી (ઉં.વ. આ. 25) ને તા. 13 જૂને આદિત્ય સાઇન કન્સલ્ટન્સીમાંથી નોકરી માટેનો ફોન આવ્યો હતો.
જેમાં સુરતમાં મેન્ટેનન્સ એન્જીનિયરની એક જગ્યા ખાલી છે તેમ કહી ઇ-મેઇલ આઇડી shinehrdepartment11@gmail.com ane વોટ્સઅપ નં. 85870 43239 પર બાયોડેટા મોકલી આપવા કહ્યું હતું.

 

તમારૂ ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવાશે એમ કહી અને અડધી કલાક ઇન્ટરવ્યુ લીધું હતું અને ફરીથી ઇન્ટરવ્યુમાં પાસ થઇ ગયા હોવાનું જણાવી એચ.આર. ફીની માંગણી કરી હતી અને રૂ. ટ્રાન્સફર કર્યાં હતા.
જ્યારે એકવાર ફરીથી ફોન આવતાં પૂછ્યું હતું કે, નોકરી ક્યારે મળશે એમ કહેતાં જણાવીશું કહી ફોન કાપી નાખ્યો હતો. 17 દિવસમાં 14 ટ્રાન્જેકશન કરી રૂ. 2,47,200 ગુમાવતાં બનાસકાંઠા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!