બનાસકાંઠાના આત્મનિર્ભર પશુપાલક નવલબેને એક વર્ષમાં 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચ્યું

- Advertisement -
Share

વડગામ તાલુકાના નગાણા ગામના અંગુઠા છાપ મહિલાએ દૂધમાં શ્વેતક્રાંતિ લાવી. તેમણે વર્ષ 2020માં અધધ… કહી શકાય તેમ રૂપિયા 1.10 કરોડનું દૂધ ભરાવી રેકોર્ડ સર્જ્યો. આમ આ મહિલા મહિને 3.50 લાખ નફો કરી રહ્યા છે અને આગામી વર્ષે હજુ પણ વધુ આર્થિક ઉપાર્જન માટે કટિબધ્ધતા વ્યકત કરી. બનાસકાંઠાની પશુપાલક બહેનો પરિવારની દેખભાળ સાથે પશુપાલન વ્યવસાયમાં શ્વેતક્રાંતિ લાવી રહી છે.

 

 

 

વાત કરીએ વડગામ તાલુકાના નગાણા ગામના 62 વર્ષના નવલબેન દલસંગભાઇ ચૌધરીએ દૂધમાં વર્ષ 2020માં રૂપિયા 1 કરોડ 10 લાખ અને 93 હજારનું દૂધ ડેરીમાં ભરાવી રેકોર્ડ સર્જ્યો. આ અંગે નવલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘મારા ચાર દીકરાઓ એમ.એ.બી.એડ.નો અભ્યાસ કરી નોકરી કરી રહ્યા છે. જ્યારે હું 80 ભેંસ અને 45 ગાયોને રાખી રોજનું સવાર-સાંજનું 1000 લીટર દૂધ ભરાવું છું. ગયા વર્ષે 2019-20માં મેં રૂપિયા 87.95 લાખનું દૂધ ભરાવી પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ મેં રૂપિયા 1,10,93,526નું દૂધ ભરાવી પ્રથમ નંબર મેળવ્યો છે. આમ મહિને 3.50 લાખ જેટલો નફો થઇ જાય છે. આગામી વર્ષમાં પણ સહુથી વધુ દૂધ ભરાવવાનું મારું સપનું છે.’

 

 

 

નવલબેન દલસંગભાઇ ચૌધરીએ 2 બનાસ લક્ષ્મી એવોર્ડ તેમજ 3 એવોર્ડ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય-ગાંધીનગર દ્વારા મળેલ છે. નવલબેન ચૌધરી 11 માણસોને રાખી તેમની પાસેથી ગાય-ભેંસોની સારસંભાળ રખાઇ રહ્યા છે. 11 પરિવારોને રોજીરોટી મળી રહી છે.

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!