વાવમાં સગીરાની છેડતી કરી અપહરણની કોશિષ કરનાર આરોપીઓને સજા આપી ન્યાય કરવા માંગ

Share

વાવના સપરડાની સગીરાના 4 શખ્સો દ્વારા છેડતી કરી અપહરણ કરવાની કોશિષ કરાઇ હતી. આ અંગે સગીરાએ ફરિયાદ નોંધાવતા આરોપી જામીન ઉપર છૂટી જઇ સગીરાના પરિવાર સામે ફરિયાદ નોંધાવતાં સગીરા સહિત પરિવારજનોએ ન્યાય માટે શુક્રવારે થરાદ એ.એસ.પીને રજૂઆત કરાઇ હતી.

 

[google_ad]

સપરડા ગામની સગીરા 24 જુલાઇના રોજ પૂનમના દિવસે ઢીમા ગામે દર્શન કરવા ગઇ ત્યારે વાવ તાલુકાના ઢીમાના વિજયભાઇ ગોવાભાઇ કલાલ, દિનેશભાઇ નસાભાઇ કલાલ, ભૂપાભાઇ બાબુભાઇ કલાલ અને ખીમાણાવાસના બ્રિજેશકુમાર અરુણકુમાર જેહાણીએ છેડતી કરી હતી.

[google_ad]

ત્યારબાદ 27 જુલાઇના રોજ સગીરા અપહરણ કરવાની કોશિષ કરાઇ હતી. પોલીસની બેદરકારી અને રાજકીય દબાણ લાવીને આ શખસોએ સગીરાના પરિવારને ફસાવવા ફરિયાદ દાખલ કરી છે. જેને લઇ સગીરા અને તેના પરિવારજનો સહિત ગ્રામજનોએ ભેગા થઇ થરાદ એ.એસ.પી પુજાબેન યાદવને ન્યાય માટે માંગણી કરી હતી.

 

From – Banaskantha Update


Share